Home /News /national-international /ભારત ધર્મની વિવિધતાનું ઘર છે, ધાર્મિક સ્વતંત્રતા જાળવી રાખવા ભારતને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખીશું: યુ.એસ
ભારત ધર્મની વિવિધતાનું ઘર છે, ધાર્મિક સ્વતંત્રતા જાળવી રાખવા ભારતને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખીશું: યુ.એસ
ભારત ધર્મની વિવિધતાનું ઘર છે
India is Home To Great: અમેરિકાએ ભારતને અનેક ધર્મોનું ઘર ગણાવ્યું હતું. અમેરિકાએ કહ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને વિવિધતાનું ઘર છે. આ સાથે અમેરિકાએ ભારતને ધાર્મિક સ્વતંત્રતાની સુરક્ષા માટેના કમિટમેન્ટને જાળવવા માટે પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખવાની જાહેરાત પણ કરી હતી.
નવી દિલ્હી: અમેરિકાએ ભારતને અનેક ધર્મોનું ઘર ગણાવ્યું હતું. અમેરિકાએ કહ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને વિવિધતાનું ઘર છે. આ સાથે અમેરિકાએ ભારતને ધાર્મિક સ્વતંત્રતાની સુરક્ષા માટેના કમિટમેન્ટને જાળવવા માટે પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખવાની જાહેરાત પણ કરી હતી.
પાકિસ્તાન અને મ્યાનમાર ખાસ ચિંતાના દેશો
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કને શુક્રવારે ચીન, પાકિસ્તાન અને મ્યાનમાર સહિત 12 દેશોને ધાર્મિક સ્વતંત્રતાની વર્તમાન સ્થિતિ માટે "ખાસ ચિંતાના દેશો" જાહેર કર્યા હતા. તેમણે કહ્યું કે, વિશ્વભરની સરકારો અને બિન-સરકારી દળો લોકોને તેમના ધર્મના આધારે હેરાન કરે છે, ધમકાવે છે, જેલમાં ધકેલી દે છે અને મારી પણ નાંખે છે.
ભારત અપાર વિવિધતાનું ઘર
અમેરિકાની સરકાર દ્વારા માનવ અધિકારના મુદ્દે ચિંતાજનક દેશ તરીકે ભારતને કેમ ન મુકાયું તે પ્રશ્નના જવાબમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી અને આસ્થાઓની અપાર વિવિધતાનું ઘર છે. ભારતના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના અમારા વાર્ષિક અહેવાલમાં કેટલીક ચિંતાઓની અમે નોંધ લીધી હતી. અમે ભારત સહિત તમામ દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખતા રહીશું.
યુએસ અને ભારત પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ: એન્ટોની બ્લિન્કન
તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની સરકાર ભારત સરકારને બધા માટે ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાની તેની પ્રતિબદ્ધતાઓને વળગી રહેવા માટે પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખશે. અમે નિયમિતપણે અધિકારીઓને ધાર્મિક સ્વતંત્રતા આગળ વધારવા માટે તેઓ જે પગલાં લઈ શકે તેની સાથે જોડાઈએ છીએ. વિશ્વની બે સૌથી મોટી લોકશાહી તરીકે યુએસ અને ભારત પ્રોજેક્ટ માટે પ્રતિબદ્ધ છે.
તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, અમે સાથે મળીને કામ કર્યું છે અને લોકશાહી લોકોની જરૂરિયાતો પૂરી કરી શકે છે તે બતાવવા અમે સાથે મળીને કામ કરી શકીએ છીએ. આપણે આપણી જાતને ધર્મની સ્વતંત્રતા અને આસ્થા અથવા અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા માનવ અધિકારોના આદર સહિત આપણા મુખ્ય મૂલ્યોને વળગી રહેવું જોઈએ. તે બદલામાં આપણી સંબંધિત લોકશાહીને વધુ મજબૂત બનાવે છે.
ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા વધુ મજબુત
આ સાથે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા બાબતે ચિંતાજનક દેશોની યાદીમાં ન આવતું હોવા બાબતે સચિવ બ્લિંકને ફેક્ટ્સ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું, આ ચર્ચાઓ અમે અમારા ભારતીય ભાગીદારો અને વિશ્વભરના ભાગીદારો સાથે ચાલુ રાખીએ છીએ.
ભારતમાં તમામના ધર્મોનું રક્ષણ
અહીં ઉલ્લેખનીય છે કે, ભારતે અગાઉ વિદેશી સરકારો અને માનવાધિકાર જૂથો દ્વારા દેશમાં નાગરિક સ્વતંત્રતા ખરડાઈ હોવાના આક્ષેપો પરની ટીકાને નકારી કાઢી છે. ભારત સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં તમામના અધિકારોનું રક્ષણ કરવા માટે લોકશાહી પ્રથાઓ અને મજબૂત સંસ્થાઓ સારી રીતે સ્થાપિત છે. ભારતીય બંધારણ માનવ અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ કાયદાઓ હેઠળ પૂરતી સુરક્ષા આપે છે.
સ્ટેટ ડિપાર્ટમેન્ટના વાર્ષિક ડેજીગ્નેશનની જાહેરાત પહેલા ભારતીય અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ જેવા જૂથો દ્વારા મોટા પાયે લોબિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને યુએસ કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ જેવી સંસ્થાઓ તરફથી ભારતને ચિંતાના દેશ તરીકે જાહેર કરવા દબાણ કરવામાં આવ્યું હતું. અમેરિકાના વિદેશ વિભાગ 2021ના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પરના અહેવાલમાં, ભારતીય વિભાગમાં ધાર્મિક લઘુમતીઓ પર હુમલાની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વોટ બેંકની રાજનીતિ
આ દરમિયાન ભારતે આ વર્ષે જૂનમાં ધાર્મિક સ્વતંત્રતા પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના અહેવાલમાં તેની ટીકાને ફગાવી દીધી હતી અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વોટ બેંકની રાજનીતિ કરવામાં આવી રહી હોવાની વાત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
પ્રેરિત ઇનપુટ્સ અને પક્ષપાતી મંતવ્યો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે રિપોર્ટમાં ભારત પરનું અવલોકન "પ્રેરિત ઇનપુટ્સ અને પક્ષપાતી મંતવ્યો" પર આધારિત હતું. બાગચીએ જણાવ્યું હતું કે, અમે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પરના યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ 2021ના અહેવાલની રીલીઝ અને વરિષ્ઠ યુએસ અધિકારીઓ દ્વારા ખોટી માહિતી આપવામાં આવેલી ટિપ્પણીઓની નોંધ લીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર