અફઘાનિસ્તાન મુદ્દે આગામી મહિને દિલ્હીમાં બેઠક, પાકિસ્તાનને પણ મોકલાયું આમંત્રણ
અજિત ડોભાલ કરશે આ બેઠકનું નેતૃત્વ (File Photo)
અફઘાનિસ્તાનનાં (Afghanistan Issue) મુદ્દા પર એક બેઠક 20 ઓક્ટોબરનાં રશિયામાં આયોજીત થવાની છે જોકે તેમાં તાલિબાન (Taliban) અને ભારત (India) બંનેને આમંત્રણ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હી: ભારત (India) આગામી મહિને અફઘાનિસ્તાન (Afghanistan)નાં હાલાત પર એક બેઠક કરવાનું છે જેમાં પાકિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે, રશિયા અને ચીન જેવાં દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ બેઠક 10 અને 11 નવેમ્બરનાં યોજાશે. આ બેઠકમાં અફઘાનિસ્તાનનાં સુરક્ષા મુદ્દા પર ચર્ચા થશે.
આ બેઠકની અધ્યક્ષતા ડોભાલ કરશે. સંડે એક્સપ્રેસનાં અહેવાલ અનુસાર, બેઠક માટે અફઘાનિસ્તાનનાં પાડોશી દેશો જેમ કે, પાકિસ્તાન, ઇરાન, તાજિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને રશિયા, ચીન સહિતનાં પ્રમુખ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. યૂરોપિયન સંઘ, ફ્રાન્સ, જર્મની અને યૂકે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રનાં પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, આ હજુ સુધી સ્પષ્ટ નથી કે તાલિબાનનાં પ્રતિનિધિ નવી દિલ્હીમાં આયોજવામાં આવતાં સમ્મેલનમાં ભાગ લેશે કે નહીં.
પાકિસ્તાનનાં NSA મોઇદ યૂસુફને પણ સમ્મેલન માટે આમંત્રિત કરવામાં આવ્યાં છે. જો તે બેઠકમાં આવે છે તો વર્ષ 2016 બાદથી કોઇ પાકિસ્તાની અધિકારીની પહેલી ઉચ્ચ સ્તરીય ભારત યાત્રા થશે.આ પહેલાં ડોભાલ જૂનમાં તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શંઘાઇ સહયોગ સંગઠન (SCO)નાં સભ્ય રાષ્ટ્રોની ઉચ્ચ સુરક્ષા અધિકારીઓની બેઠકમાં શામેલ થયો હતો. આ દરમિયાન પાકિસ્તાની NSA પણ હાજર હતું. જોકે, આ દરમિયાન બંને દેશોનાં અધિકારીઓ વચ્ચે કોઇ જ પ્રકારની વાતચીત થઇ ન હતી મે પણ થઇ હતી બેઠક- આફને જણાવી દઇએ કે, 20 ઓક્ટોબરનાં રશિયામાં આયોજિત છે જોકે, તેમાં તાલિબાન અને ભારત બંને આમંત્રિત છે. પણ ભારત હાલમાં તાલિબાનને તેની બેઠકમાં આમંત્રિત કરતાં બચી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી તે વૈશ્વિક અપેક્ષાઓ પર પોતાને સાબિત કરી શક્યું નથી.
ભારતમાં આ વર્ષે મે મહિલાનામા આવી જ એક બેઠકનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો પણ કોરોના મહામારીની બીજી લહરને કરાણે બેઠક આયોજાઇ ન હતી. તે બેઠકમાં પણ પાકિસ્તાનનાં NSAને આમંત્રણ આપવામાં આવ્યું હતું.