Home /News /national-international /LAC પર તણાવ: ચીનને જવાબ આપવા માટે ભારતે પેન્ગોંગ લેક વિસ્તારમાં હવાઈ હિલચાલ વધારી

LAC પર તણાવ: ચીનને જવાબ આપવા માટે ભારતે પેન્ગોંગ લેક વિસ્તારમાં હવાઈ હિલચાલ વધારી

પ્રતિકાત્મક તસવીર

INDIA-CHINA FACE OFF: સ્થાનિક લોકોનું કહેવું છે કે એક દિવસમાં જ એકાએક વિમાન હિલચાલમાં વધારો થઈ ગયો છે.

નવી દિલ્હી: પેન્ગોંગ લેક (Pangong Tso) વિસ્તારમાં ફાયરિંગના આરોપ બાદ અહીં સ્થિતિ તણાવપૂર્ણ (Tension Rising) છે. અધિકારીઓએ ન્યૂઝ18ને જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે ફિંગર ત્રણ વિસ્તાર (Finger 3 Area) પાસે ચીન નિર્માણ કાર્ય (Chinese Construstion) કરી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે.

સીમા પર તૈનાત તમામ જવાનોને એલર્ટ રખાયા

લેહમાં રિપોર્ટિંગ દરમિયાન ન્યૂઝ18એ લદાખના વિસ્તારોમાં સુખોઈ સહિત ભારતીય વાયુસેનાના અન્ય વિમાનોની હિલચાલ પહેલા કરતા વધેલી જોઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે એક દિવસમાં જ એકાએક એર એક્ટિવિટી વધી ગઈ છે. અધિકારીઓએ એવું પણ કહ્યું કે સીમા પર તૈનાત તમામ જવાનોને એલર્ટ રાખવામાં આવ્યા છે. ગત 15 કલાકમાં ભારતે પોતાની તૈયારી બતાવતા વાયુસેનાની હિલચાલ વધારી દીધી છે. આને સેનાની માઇન્ડગેમ તરીકે પણ જોવામાં આવે છે. કારણ કે ચીન સતત વાસ્તવિક નિયંત્રણ રેખા (Actual Line of Control) પણ દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ચીન તરફથી ઉશ્કેરણીજનક કાર્યવાહી

અધિકારીઓનું કહેવું છે કે બંને દેશ વચ્ચે વાતચીત ચાલુ છે. પરંતુ આ દરમિયાન પણ ચીન ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. જોકે, ભારતીય અધિકારીનો દાવો છે કે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.

ચીને ભારતીય સૈનિકો પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નોંધનીય છે કે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે મંગળવારે ફરી વિવાદ થયો હતો. ચીનનો દાવો છે કે ભારતીય સૈનિકોએ God Pao પર્વતીય વિસ્તારમાં સરહદ પાર કરી હતી. જોકે, ભારત તરફથી આ દાવાને રદ કરી દેવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારત સીમા વિવાદના સમાધાન માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે પરંતુ ચીન તરફથી ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે ક્લિક કરો...
First published:

Tags: IAF, LAC, PLA, ચીન, ભારત, ભારતીય સેના, યુધ્ધ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો