Home /News /national-international /

USથી 9 હજાર જીન એક્સપર્ટ મશીન ભારત પહોંચ્યા, Covid 19ના દર્દીઓની તાત્કાલિક માહિતી મળશે

USથી 9 હજાર જીન એક્સપર્ટ મશીન ભારત પહોંચ્યા, Covid 19ના દર્દીઓની તાત્કાલિક માહિતી મળશે

પ્રતિકાત્મક તસવીર

ભારતે અમેરિકાની કંપનીને એક લાખ મશીનનો ઓર્ડર આપ્યો, ICMR તરફથી મશીનના ઉપયોગની મંજૂરી આપવામાં આવી.

    નવી દિલ્હી : ભારતમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણ (Coronavirus Infection)ને રોકવા માટે ગત રાત્રે અમેરિકામાંથી નવ હજાર જેટલા જીન એક્સપર્ટ મશીન (Genexpert Machine) ભારત લાવવામાં આવ્યા છે. આ મશીનનો ઉપયોગ ટીબીના દર્દીઓના નમૂના લેવાના કરવામાં આવે છે. નોંધનીય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ (Indian Council of Medical Research) તરફથી બે દિવસ પહેલા ટીબીની તપાસ માટે ઉપયોગમાં લેવામાં આવતા આ મશીનનો ઉપયોગ કોવિડ 19 માટે કરવાની મંજૂરી આપી દીધી છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતે અમેરિકાની એક કંપનીને આવા એક લાખ મશીનનો ઑર્ડર આપ્યો છે. અમેરિકન કંપનીનો દાવો છે કે આ મશિન એક વખતમાં ચાર સંદિગ્ધ રોગીના નમૂનાની તપાસ કરી શકે છે. આ એક બીજા પ્રકારનું રેપિડ પરીક્ષણ છે જેમાં એક કલાકમાં પરિણામ સામે આવી જાય છે.

    આ પણ વાંચો : ફરજિયાત માસ્કનો અમલ : રાજકોટમાં તબીબી સેવા સાથે જોડાયેલા લોકો જ માસ્ક વગર નીકળ્યા, પોલીસે દંડ ફટકાર્યો

    આઈસીએમઆર તરફથી આ મામલે અમુક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાં આ મશિનનો ઉપયોગ ટીબીના રોગી માટે કરવામાં આવે છે, જેની મદદથી દવા સામે પ્રતિરોધક ક્ષમતા વિકસિત થાય છે. આ અંગે મંજૂરી આપતા આઈસીએમઆર તરફથી કહેવામાં આવ્યું હતું કે હવે તેનો ઉપયોગ કોવિડ 19 માટે પણ કરવામાં આવી શકે છે.

    આ નિયમોનું પાલન કરવું પડશે

    આઈસીએમઆર તરફથી આપવામાં આવેલા નિર્દેશ પ્રમાણે આ પ્રકારની તપાસ દરમિયાન નાક અને ગળામાંથી સેમ્પલ લઈને તેને કિટ સાથે આપવામાં આવેલા વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમમાં રાખીને મોકલવામાં આવશે. આ તપાસમાં જે પણ દર્દી કોરોના સંક્રમિત માલુમ પડશે તેમને આરટી-પીસીઆર દ્વારા તપાસીને કોરોનાની પુષ્ટિ કરવામાં આવશે. નોંધનીય છે કે આ બંને ટેક્નિકનો ઉપયોગ ટીબીના દર્દીઓની તપાસ માટે કરવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં આ ટેક્નિકવાળા ઘણા મશીનો છે, જેનાથી હવે કોરોનાના દર્દીઓની તપાસ સરળ બની જશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, COVID-19, Lockdown, US, ચીન, ભારત

    આગામી સમાચાર