નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પુલવામા હુમલાને લઈ આપેલા નિવેદનનો કડક જવાબ આપ્યો છે. ઈમરાન ખાનના સબૂત માંગવાના નિવેદન પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન દુનિયાને ગેર માર્ગે દોરવાનું બેધ કરે. બધાને ખબર છે કે, જૈશ-એ-મોહમ્મદ અને તમારો ખાસ મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. જૈશે પુલવામા હુમલાની જવાબદારી પમ સ્વીકારી છે. આ કાર્યવાહી કરવા માટે પોતાની રીતે પર્યાપ્ત મોટું સબુત છે.
વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ સબૂત આપવા પર તપાસનો પ્રસ્તાવ રાખ્યો. આ ગુમરાહ કરતો પ્રસ્તાવ છે. 26/11 મુંબઈ હુમલાના સબૂત પાકિસ્તાનને આપવામાં આવ્યા. તો પણ 10 વર્ષ બાદ પણ આ મામલે કઈં થયું નથી. આજ રીતે પઠાણકોટ આતંકી હુમલામાં પણ કઈં ન થયું. પાકિસ્તાનના જુના રેકોર્ડને જોતા ખબર પડે છે કે, તેમની 'શરતવાળી કાર્યવાહી'નો વાયદો કેટલો ખોખલો છે. નવા પાકિસ્તાનમાં મંત્રી હાફિઝ સઈદ જેવા આતંકીઓ સાથે મંચ પર જોવા મળે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ વાર્તા અને આતંકને લઈ વાતચીત કરવાની તૈયારી બતાવી છે. ભારતે વારંવાર કહ્યું છે કે, તે હિંસા અને આતંક રહિત માહોલમાં વિસ્તારથી દ્વિપક્ષિય વાતચીત માટે તૈયાર છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનનો એવો દાવો છે કે, તે આતંકવાદનો સૌથી મોટો શિકાર છે. પરંતુ આ હકીકત નથી. આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ પાકિસ્તાનની સચ્ચાઈ ખબર છે કે તે આતંકવાદનું કેન્દ્ર છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર