દેશનું અર્થતંત્ર ખખડી રહ્યું છે; સ્થિતિ ચિંતાજનક: PMનાં આર્થિક સલાહકાર

પ્રતિકાત્મક તસવીર

રથિન રોયની ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે ભારતીય અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે.

 • Share this:
  ભારતીય અર્થતંત્રની સ્થિતિ ભયંકર સંકટ તરફ જઇ રહી છે અને ટુંક સમયમાં જ, મધ્યમ આવકની જાળમાં ફસાશે. અર્થશાસ્ત્રમાં આ મધ્યમ આવક જાળ એ કોઇ પણ દેશ માટે ખતરાની ઘંટી સમાન કહી શકાય.

  આ વાત બીજા કોઇ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આર્થિક મામલે સલાહ આપતી સમિતિનાં સભ્ય રથિન રોયનાં છે. તેમણે કહ્યું કે, ભારતનું અર્થતંત્ર તેના મૂળથી હલી રહ્યું છે અને તેની સ્થિતિ બ્રાઝિલ અથવા દક્ષિણ આફ્રિકા જેવી થશે.
  આર્થિક સલાહકાર સમિતિનાં સભ્ય રથિન રોયે જણાવ્યું કે, ભારતીય અર્થતંત્રની સ્થિતિ જે દેખાય છે તેના કરતાં વધારે ખરાબ છે.

  રથિન રોય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીનાં ડિરેક્ટર પણ છે. રથિન રોયની ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે ભારતીય અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે.

  ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અહીં જાણો :  નાણા મંત્રાલયનાં માર્ચ મહિનાનાં માસિક અહેવાલ (2019)માં ચેતવણી આપવામાં આવી છે કે, 2018-2019નાં વર્ષમાં ભારતીય અર્થતંત્રની ગતિ ધીમી પડી છે. આ માટે ઘણા જવાબદાર છે જેમાં લોકોની ખરીદ શક્તિ ઘટી છે. લોકો ફિક્સ રોકાણ તરફ વળ્યા છે અને નિકાસ ઘટી છે.

  “દેશનું અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે. આ શરૂઆતની ચેતવણી છે. 1991થી ભારતનાં અર્થતંત્રનો વિકાસ નિકાસ આધારિત નહોતો પણ આ દેશનાં 100 મિલિયન લોકોની ખરીદ શક્તિ પર નિર્ભર હતો. આ દેશનાં લોકો અર્થતંત્રને મજબુત રાખતા હતા. પણ હવે તેમાં ઘટાડો થઇ રહ્યો છે,” રથિન રોયે ચેતવણી આપતા કહ્યું.

  તેમણે વધુમાં જણાવ્યું કે, આપણે સાઉથ કોરિયા બનવા નથી જઇ રહ્યાં. આપણે ચીન પણ નથી બનવાનાં. આપણે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા બનવા તરફ જઇ રહ્યાં છીએ. આપણે મિડલ ઇન્કમ ટ્રેપમાં ફસાવવા જઇ રહ્યાં છે જેમાં ખુબ મોટા પ્રમાણમાં ગરીબી હશે અને ગુનાખોરી વધશે.

  વિશ્વભરનાં દેશોએ આ સ્થિતિ ખતરનાક છે. કેમ કે, જો એક વખત કોઇ પણ દેશ આ સ્થિતિમાં આવી ગયા પછી તે તેમાંથી નિકળી શકતો નથી  અર્થશાસ્ત્રીઓ તેને મિડલ ઇન્કમ ટ્રેપ કહે છે.
  Published by:Vijaysinh Parmar
  First published: