જીનેવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના કાર્યકારી નિદેશક માઇકલ જે રેયાને મંગળવારે કહ્યું કે ભારત (India)માં કોરોના વાયરસની (Coronavirus) મહામારી 9Pandemic)નો સામનો કરવાની જોરદાર ક્ષમતા છે, કારણ કે તેમની પાસે બે મહામારી સ્મૉલ પૉકસ અને પોલિયોને ખતમ કરવાનો અનુભવ છે.
રયાને COVID-19 મહામારી પર એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, જ્યાં કોરોનાના મામલામાં સંખ્યા વધતી જોવા મળી રહી છે, ત્યાં લેબ્સની જરૂર છે. ભારત એક ખૂબ વધુ વસ્તી ધરાવતો દેશ છે અને આ વાયરસનું ભવિષ્ય ઘણું વધારે અને ગાઢ વસ્તીવાળા દેશોમાં હોઈ શકે છે. ભારતે બે મહામારી સ્મૉલ ચિકન પૉક્સ અને પેલિયોના ખાતમામાં દુનિયાનું નેતૃવ્ય કર્યું તેથી ભારતમાં એક જોરદાર ક્ષમતા છે.
તેઓએ કહ્યું કે, કોઈ સરળ જવાબ નથી. એ મહત્વપૂર્ણ છે કે ભારત જેવા દેશ દુનિયાને માર્ગ બતાવી શકે છે જેમ તેઓએ પહેલા કર્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, દુનિયાભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3,30,000ને પાર થઈ ગઈ છે જ્યારે મોતની સંખ્યા 14,000થી વધુ થઈ ગઈ છે.
આ પણ વાંચો, કોરોના વાયરસઃ સાવધાન! NASAના નામે આ Fake Messageને વાયરલ કરાયો
ભારતમાં અત્યાર સુધી 500ની આસપાસ કેસ
નોંધનીય છે કે, કોરોના વાયરસના અત્યાર સુધી 500ની આસપાસ કેસ સામે આવ્યા છે અને 9 લોકોનાં મોત થયા છે. બીજી તરફ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કોરોના વાયરસ ના કારણે પોતાને ત્યાં લૉકડાઉનના આદેશ આપ્યા છે અને 6 અન્ય રાજ્યોએ પણ પોતાના કેટલાક ક્ષેત્રોમાં આ પ્રકારના પ્રતિબંધોની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકોર રાજ્યોને એમ પણ કહ્યું છે કે જો જરૂર હોય તો વધારાના પ્રતિબંધ પણ લાગુ કરવામાં આવે. પંજાબ અને મહારાષ્ટ્રે પોતાને ત્યાં કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો, કોરોનાઃ શું વ્લાદિમીર પુતિને લોકોને ઘરમાં રહેવા મજબૂર કરવા છોડી દીધા છે 800 વાઘ અને સિંહ?