ભારતનો વળતો જવાબ, હવે બ્રિટનથી આવનાર દરેક પ્રવાસીએ 10 દિવસ આઇસોલેટ થવું પડશે

સૂત્રોના મતે દેશમાં નવા નિયમ 4 ઓક્ટોબરથી પ્રભાવી થઇ જશે (પ્રતિકાત્મક તસવીર)

Cowin Certificate- બ્રિટન દ્વારા કોવિન સર્ટિફિકેટને માન્યતા ના આપવા પર ભારત સરકારે (India Government)સખત વલણ અપનાવ્યું

 • Share this:
  નવી દિલ્હી : બ્રિટન દ્વારા કોવિન સર્ટિફિકેટને (Cowin Certificate) માન્યતા ના આપવા પર ભારત સરકારે (India Government)સખત વલણ અપનાવ્યું છે. હવે બ્રિટનથી ભારત આવનારે તેવા જ નિયમોમાંથી પસાર થવું પડશે જેવા UKએ લાગુ કર્યા છે. સૂત્રોના મતે દેશમાં નવા નિયમ 4 ઓક્ટોબરથી પ્રભાવી થઇ જશે. બ્રિટન પણ પોતાના નવા નિયમો 4 ઓક્ટોબરથી લાગુ કરી રહ્યું છે.

  સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે નવા નિયમો પ્રમાણે ભારત આવવાના 72 કલાક પહેલા RT PCR ટેસ્ટ કરાવવો પડશે. એરપોર્ટ પર પ્રવેશ કરો ત્યારે પણ ટેસ્ટ કરાવવો પડશે. આગમનના આઠમાં દિવસે ફરી RT PCR ટેસ્ટ કરાવવો પડશે. ભારતમાં આવ્યા પછી 10 દિવસો સુધી ક્વોરન્ટાઇન પણ રહેવું ફરજિયાત રહેશે.

  ગત સપ્તાહે કોવિશીલ્ડને માન્યતા આપી પણ કોવિન સર્ટિફિકેટને નહીં

  ગત સપ્તાહે ભારત તરફથી સવાલ ઉઠાવ્યા પછી બ્રિટને ટ્રાવેલ એડવાઇઝરીમાં ફેરફાર કરતા કોવિશીલ્ડને સ્વીકાર કરેલી વેક્સીનની યાદીમાં સામેલ કરી હતી. જોકે ભારતીય પ્રવાસીઓ માટે બ્રિટન યાત્રાનું સંકટ પુરી રીતે ખતમ થયું ન હતું. પ્રવાસીઓએ બ્રિટન પહોંચ્યા પછી કોવિડની તપાસ કરાવવી પડશે અને ક્વોરન્ટાઇન નિયમોનું પણ પાલન કરવું પડશે. કારણ કે બ્રિટને CoWIN પ્રમાણપત્રને મંજૂરી આપી નથી. આ મામલાને લઇને બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી હતી.

  આ પણ વાંચો - અમદાવાદ : શું કોરોના પૂર્ણતાના આરે છે? જાણો કોરોના સેમ્પલના શું આવી રહ્યા છે રિપોર્ટ

  ભારતે નોંધાવ્યો હતો વિરોધ

  આ ઘટનાને લઇને ભારત તરફથી વિરોધ નોંધાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે કોવિશીલ્ડને માન્યતા ન આપવી ભેદભાવપૂર્ણ નીતિ છે અને આપણા પ્રવાસીઓની બ્રિટન યાત્રાને પ્રભાવિત કરશે. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ બ્રિટનને પુરી રીતે ટિકાકરણ કરી ચૂક્યા ભારતીયો મોટા ક્વોરન્ટાઇન નિયમોમાં છૂટ આપવા અપીલ કરી હતી.

  છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,727 નવા કેસ

  ભારતમાં કોરોના સંક્રમણની સૌથી વધુ અસર હાલમાં કેરળમાં જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં અહીં 15 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, સાથોસાથ 122 દર્દીએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં સંક્રમણમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અહીં એક દિવસમાં 3 હજાર જેટલા લોકો સંક્રમિત થયા છે જ્યારે 56 લોકોનાં મોત થયા છે. શુક્રવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,727 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 277 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,37,66,707 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 89,02,08,007 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 64,40,451 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published: