નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન (Pakistan)ને કહ્યું છે કે તેઓ કોઈ શરત વગર જેલમાં કેદ ભારતીય નાગરિક અને પૂર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav)ને કૉન્સુલર એક્સેસ (consular access) આપે. કૉન્સુલર એક્સેસનો અર્થ છે કે ભારત (India)ના રાજદૂત કે અધિકારીને જેલમાં તેમને મળવાની મંજૂરી આપવામાં આવે. ગત સપ્તાહે ભારતે કહ્યું હતું કે તેઓ આ મામલામાં કાયદાકિય વિકલ્પોને તપાસી રહ્યું છે.
મૂળે, પાકિસ્તાને દાવો કર્યો હતો કે સૈન્ય કોર્ટથી મોતની સજા ફટકારેલા જાધવને પુનર્વિચાર અરજી દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો છે. જોકે બાદમાં ભારતના કડક વલણ બાદ પાકિસ્તાન પલટી ગયું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કુલભૂષણ જાધવને મોતની સજા વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી આપી છે.
ગયા વર્ષે કુલભૂષણને મળ્યા હતા ભારતીય અધિકારી
નોંધનીય છે કે, ગયા વર્ષે એટલે કે 2 સપ્ટેમ્બર 2019ના રોજ પાકિસ્તાને કુલભૂષણ જાધવને પહેલીવાર કૉન્સુલર એક્સેસ આપ્યું હતું. તે સમયે ઇસ્લામાબાદમાં ભારતના ઉપ ઉચ્ચાયુક્ત ગૌરવ અહલૂવાલિયાએ તેમની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન કુલભૂષણ જાધવ પર ખોટા નિવેદનો આપવા માટે દબાણ કરી રહ્યું છે.
2016માં કસ્ટડીમાં લીધા બાદ જાધવ સુધી ભારતની આ પહલી ડિપ્લોમેટિક પહોંચ હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)એ પાકિસ્તાનને કૉન્સુલર એક્સેસ આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ભારતે ફરી એકવાર કૉન્સુલર એક્સેસની માંગ કરી હતી. પરંતુ બાદમાં પાકિસ્તાને ના પાડી દીધી હતી.
ICJએ સજા પર ફરી વિચાર કરવા માટે કહ્યું હતું
પાકિસ્તાનની સૈનય કોર્ટે એપ્રિલ 2017માં એપ્રિલ 2017માં જાધવને મોતની સજા ફટકારી હતી. તેના થોડાક સપ્તાહ બાદ ભારતે જાધવને કૉન્સુલર એક્સેસ ન આપવા અને તેને ફટકારવામાં આવેલી મોતને સજાને લઈ પાકિસ્તાનની વિરુદ્ધ ICJમાં અપીલ કરી હતી. ICJએ ત્યારે પાકિસ્તાનને સજા પર અમલ કરવાથી રોક લગાવી દીધી હતી.
હેગ સ્થિત કોર્ટે ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે પાકિસ્તાનને જાધવને દોષી ઠેરવવા અને સજા પર પ્રભાવી સમીક્ષા અને પુનર્વિચાર કરવો જોઈએ અને કોઈ વિલંબ વગર તેને ભારતીય દૂતાવાસની પહોંચ ઉપલબ્ધ કરાવવી જોઈએ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર