ભારતને મળ્યો ફ્રાન્સનો સાથ, મેક્રોંએ કહ્યુ- કાશ્મીર મુદ્દે કોઈ દેશ દખલ ન કરે

News18 Gujarati
Updated: August 23, 2019, 12:10 PM IST
ભારતને મળ્યો ફ્રાન્સનો સાથ, મેક્રોંએ કહ્યુ- કાશ્મીર મુદ્દે કોઈ દેશ દખલ ન કરે
વડાપ્રધાન મોદીએ ગુરુવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેનુએલ મેક્રોં સાથે લાંબી વાતચીત કરી.

આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કરી રહેલા પાકિસ્તાનને વધુ એક આંચકો લાગ્યો

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકાર તરફથી આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કરી રહેલા પાકિસ્તાનને વધુ એક આંચકો લાગ્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેનુઅલ મેક્રોંએ કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યુ છે અને કોઈ પણ ત્રીજા દેશને આ મામલામાં દખલ ન કરવાની હિમાયત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં સાથે લાંબી વાતચીત કરી. આ પ્રસંગે બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ગતિશીલ અને બહોળા ક્ષેત્રોમાં સંબંધો વિશે ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે બંને દેશોના નેતઓએ 90 મિનિટથી વધુ સમય સુધી આમને-સામને બેસીને વાતચીત કરી અને અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી.

બંને દેશોએ નેતાઓની વાતચીત ચેતઉ ડી ચેન્ટિલીમાં થઈ. પેરિસથી લગભગ 50 કિમી દૂર સ્થિત આ બિલ્ડિંગ ફ્રાન્સની સાંસ્કૃતિક વિરાસતનું ઉત્તમ ઉદાહરણ છે. આ પહેલા, વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પહોંચતા યૂરોપ અને વિદેશ મામલાઓના મંત્રી જીત યેવ્સ લે ડ્રાયને સ્વાગત કર્યુ.

વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં વાતચીત કરતા (ફાઇલ તસવીર)


આ પણ વાંચો, 2022 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલર કરવાનો ટાર્ગેટ : PM મોદી
ફ્રાન્સે બંને પક્ષોને તણાવ ઓછો કરવા અપીલ કરી

ફ્રાન્સના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ મામલામાં ફ્રાન્સનું વલણ એ જ રહશે કે આ બંને દેશોની વચ્ચેનો મામલો છે અને ડિપ્લોમેટિક મંત્રણાથી તેને ઉકેલવામાં આવે જેથી શાંતિ સ્થાપિત થઈ શકે. ફ્રાન્સે સંબંધિત પક્ષોને તણાવ ઓછો કરવા અપીલ કરી છે.સ્મારક સ્થળનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન પોતાના ફ્રાન્સના સમકક્ષ એડવર્ડ ફિલિપ સાથે પણ મુલાકાત કરશે અને ત્યાં ભારતીય સમુદાયને મળશે. પ્રવાસ દરમિયાન તેઓ ફ્રાન્સમાં 1950 અને 1960ના દશકમાં એર ઈન્ડિયાના બે પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની યાદમાં બનાવવામાં આવેલા સ્મારક સ્થળનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો, આગામી મહિને આવશે રાફેલ વિમાન, ભારતને મળશે નવી તાકાત
First published: August 23, 2019, 10:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading