નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ના 43મા સત્રમાં ભારત (India)એ ફરી એકવાર પાકિસ્તાન (Pakistan)ને તેની ભાષામાં જ જવાબ આપ્યો છે. UNHRCમાં પાકિસ્તાન તરફથી ઉઠાવવામાં આવેલા કાશ્મીરન મુદ્દા પર પર્માનેન્ટ મિશન ઓફ ઈન્ડિયાના ફર્સ્ટ સેક્રેટરી સેન્થિલ કુમારે જવાબ આપતાં કહ્યું કે પોતે નરસંહાર કરનારા દેશમાં આટલી હિંમત છે કે તે બીજા પર આરોપ લગાવે. પાકિસ્તાન જેવા દેશે બીજા કોઈ પર આરોપ લગાવતાં પહેલા પોતાની જાત સામે જોવું જોઈએ.
જિનેવામાં આયોજિત માનવાધિકાર પરિષદના 43મા સત્રમાં સેન્થિલ કુમારે કહ્યું કે પાકિસ્તાન સતત માનવાધિકાર પરિષદ અને તેની પ્રક્રિયાનો દુરુપયોગ કરી રહ્યું છે. તેઓએ કહ્યું કે આ સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય છે કે જે દેશ અને જે દેશની સરકાર નરસંહાર કરે છે, તે જ દેશ બીજાઓ પર આરોપ લગાવી રહ્યું છે. કુમારે કહ્યું કે બીજા દેશોને કોઈ પણ સલાહ આપતાં પહેલા પાકિસ્તાને પોતાને ત્યાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનો પર ધ્યાન આપવાની જરૂર છે.
આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરઃ શોપિયાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા
કુમારે કહ્યું કે, ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદથી કોઈ બહારી પરિણામ જોવા નથી મળ્યા. જમ્મુ-કાશ્મીરના લોકો પાકિસ્તાન તરફથી શાંતિ ભંગ કરવાના પ્રયાસો છતાંય આગળ વધી રહી રહ્યા છે. સેન્થિલે કહ્યું કે આ ખૂબ જ ખતરનાક વાત છે કે પાકિસ્તાન જેવો દેશ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ અને તેની પ્રક્રિયાને સતત એટલા માટે અસ્થિર કરવામાં લાગ્યા છે જેથી ભારતની વિરુદ્ધ તેનો સંકીર્ણ એજન્ડા પૂરો થઈ શકે.
પાકિસ્તાનની વિશ્વસનીયતા અંગે પણ ઉઠ્યા સવાલ
સેન્થિલ કુમારે પાકિસ્તાન પર હુમલો કરતાં કહ્યું કે જે દેશની વિશ્વસનિયતા પર સવાલ ઊભા થઈ રહ્યા હોય તે પરિષદમાં માનવાધિકાર અને સેલ્ફ ડિટરમિનેશનની વાત કરી રહ્યો છે. કુમારે કહ્યું કે આ દેશ ધાર્મિક કટ્ટરવાદ અને આતંકને ફેલાવી રહ્યો છે.
આ પણ વાંચો, 70 વર્ષમાં માત્ર 47,000 વેન્ટિલેટર્સ, PM Cares Fundની મદદથી દેશને એક જ ઝાટકે મળશે 50,000 વેન્ટિલટર્સ Published by:Mrunal Bhojak
First published:June 16, 2020, 08:54 am