Home /News /national-international /

ભારત સરકાર આજે પહેલીવાર સાત રોહિંગ્યા મુસલમાનોને મ્યાનમાર મોકલશે

ભારત સરકાર આજે પહેલીવાર સાત રોહિંગ્યા મુસલમાનોને મ્યાનમાર મોકલશે

ફાઇલ તસવીર

ભારતના આસામમાં ગેરકાયદે રહેતા સાત રોહિંગ્યા પ્રવાસીઓને આજે એટલે કે ગુરુવારે મ્યાનમાર પાછા મોકલવામાં આવશે.

    ભારતના આસામમાં ગેરકાયદે રહેતા સાત રોહિંગ્યા પ્રવાસીઓને આજે એટલે કે ગુરુવારે મ્યાનમાર પાછા મોકલવામાં આવશે. કેન્દ્ર સરકાર પહેલીવાર આ પગલું ભરી રહી છે. પોલીસ દ્વારા કસ્ટડીમાં લીધા પછી 2012થી આ લોકો આસામના સિલચર જિલ્લાના કચાર સેન્ટ્રલ જેલમાં બંધ હતા.

    કેન્દ્રીય ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગુરુવારે મણિપુરના મોરેહ સીમા ચોકી ઉપર સાત રોહિંગ્યા પ્રવાસીઓને મ્યાનમારના અધિકારીઓને સોંપવામાં આવશે. અધિકારીઓને જણાવ્યું કે, મ્યાનમારના રાજનયિકોને કાંસુલર પહોંચ પ્રદાન કરાઇ હતી. તેમણે આ પ્રવાસીઓની ઓળખની પુષ્ટી કરી હતી.

    એક અન્ય અધિકારીઓ જણાવ્યું હતું કે, પડોશી દેશની સરકારના ગેરકાયદે પ્રવાસીઓના ઠેકાણાંની રાજ્યમાં પુષ્ટી કર્યાબાદ તેમણે મ્યાનમારના નાગરિક હોવાની પુષ્ટી થઇ છે. આ પહેલી વખત બને છે જ્યાં પ્રવાસીઓને ભારતથી મ્યાનમાર મોકલવામાં આવશે.

    બીજી તરફ ગુવાહાટીમાં અસરમાં એડિશનલ પોલીડવડા (સીમા) ભાસ્કર જ્યોતિ મહંતાએ કહ્યું હતું કે, વિદેશી નાગરિકોને પરત મોકલવાનું કામ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં અમે બાંગ્લાદેશ, મ્યાનમાર અને પાકિસ્તાનના અનેક નાગરિકોને સ્વદેશ મોકલ્યા છે.

    સાત રોહિંગ્યા લોકોને વિદેશી કાયદાનું ઉલ્લંઘનના આરોમાં 29 જુલાઇ 2012માં ધરપકડ કરવામાં આવી હતી. કાચાર જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે પાછા મોકલવામાં આવશે. આ લોકોમાં મોહમ્મદ જમાલ, મોહબુલ ખાન, જમાલ હુસૈન, મોહમ્મદ યુનીસ, સબીર અહમદ, રહીમ ઉદ્દીન અને મોહમ્મદ સલામનો સમાવેશ થાય ચે. તેમની ઉંમર 26થી 32 વર્ષ વચ્ચે છે.

    ભારત સરકારે ગત વર્ષે સંસદમાં જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી યુએનએચસીઆરમાં નોંધાયેલા 14,000 લોકોથી પણ વધારે રોહિંગ્યા ભારતમાં રહે છે. જોકે, મદદ આપનારી એજન્સીઓએ દેશમાં રહાત કરનારા રોહિંગ્યા લોકોની સંખ્યા આશરે 40,000 જણાવી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: ભારત, મ્યાનમાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन