Ladakh Faceoff : ચીન-પાકિસ્તાન પર આકાશી નજર રાખવા ભારતે ઇઝરાયલથી ખરીદ્યું 'AWACS'

એરબોર્ન વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ

ભારત 1 બિલિયન ડૉલર એટલે કે લગભગ 4,577 કરોડ રૂપિયાની લાગત સાથે આ ડીલને ફાઇનલ કરી રહ્યો છે.

  • Share this:
    ભારતને પડોશી દેશ ચીન (China) અને પાકિસ્તાન (Pakistan) બંને તરફથી ખતરો મંડરાઇ રહ્યો છે. પૂર્વ લદાખમાં ગલવાન ખીણ (Ladakh Galwan Valley)માં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ પથી ભારત તેની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે પૂરતા પગલાં લીધા છે. કેટલાક દિવસ પહેલા જ વાયુસેનાએ રાફેલ (Rafale Fighter Jet) ખરીદ્યું હતુંય હવે જલ્દી જ ભારત બે આકાશી આંખો ખરીદવાની તૈયારીમાં છે. જેની મદદથી તે ચીન અને પાકિસ્તાન પર ખાસ નજર રાખી શકે.

    આ મહત્વનો સુરક્ષા કરાર તેના અંતિમ સ્વરૂપમાં છે. ભારત 1 બિલિયન ડૉલર એટલે કે લગભગ 4,577 કરોડ રૂપિયાની લાગત સાથે આ ડીલને ફાઇનલ કરી રહ્યો છે. આ હેઠળ ઇઝરાયલ ભારતને બે ફાલ્કન એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સ્ટિસ્ટ (Phalcon Airborne Warning System) એટલે કે અવાક્સની સપ્લાય આપી રહ્યો છે. આ પહેલા આ ડીલની કિંમતને લઇને ભારત અને ઇઝરાયલની વચ્ચે અનેક વાર વાતચીત થઇ ચૂકી છે. હાલ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) આની મંજૂરી આપી છે. જે પછી આ ડીલને ફાઇનલ કરવામાં આવી છે.
    ઇઝરાયલના ફાલ્કન AWACS (એરબોર્ન વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ)ને રશિયાના ઇલ્યૂસિન-76 હેવી લિફ્ટ એરક્રાફ્ટ પર સેટ કરવાનો પ્લાન છે.

    ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાની પાસે પહેલા જ ત્રણ ફાલ્કન અવાક્સ છે જેને તે ઓપરેટ કરે છે. ભારતીય વાયુસેનામાં તેની એન્ટ્રી 2009 થી 2011 વચ્ચે થઇ હતી.

    વધુ વાંચો : દૂધ, દહીં, પનીર સહિત આ વસ્તુઓ પર નથી લાગતો GST, જાણો આખું લિસ્ટ

    રિપોર્ટ મુજબ આ વખતે બે અવાક્સને ઇઝાયેલથી ખરીદવામાં આવશે. આ પહેલા ત્રણ ફાલ્કનની તુલનામાં વધુ મદદ મળશે. અને તેની લાંબી દૂરી અનેક રીતે ફ્લાઇંગ ઓબ્જેક્ટસ પર ખાસ નજર રાખશે.

    ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ ભારતના ટોપ ત્રણ ડિસેન્સ સપ્લાયર્સમાંથી એક છે. ગત દસ વર્ષમાં 10 બિલિયન ડૉલર ડીલ મેળવવા સિવાય ગત બે વર્ષોમાં હથિયારોના સાત કોન્ટ્રાક્ટ પણ ઇઝરાયેલે ભારતથી મેળવ્યા છે. આ સિવાય બીજી મોટી ડિલ્સ પણ પાઇપલાઇનમાં છે ચાર એરોસ્ટેટ રડાર અને કેટલાક ડ્રોન્સ પણ ખરીદવામાં આવશે. ભારતીય સેનાની પાસે ઇઝરાયલ નિર્મિત 100 ડ્રોન્સ પહેલાથી છે.
    Published by:Chaitali Shukla
    First published: