મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર! 24 કલાકમાં 9855 નવા કેસ નોંધાયા, 42 દર્દીનાં મોત

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર! 24 કલાકમાં 9855 નવા કેસ નોંધાયા, 42 દર્દીનાં મોત
ભારતમાં 1 કરોડ 66 લાખ લોકોએ કોવિડ વેક્સીન લીધી, હાલમાં 1,73,413 એક્ટિવ કેસ

ભારતમાં 1 કરોડ 66 લાખ લોકોએ કોવિડ વેક્સીન લીધી, હાલમાં 1,73,413 એક્ટિવ કેસ

 • Share this:
  નવી દિલ્હી. ભારતમાં કોરોનાવાયરસ (Coronavirus) સામેની જંગમાં એક તરફ કોવિડ વેક્સીનેશનનું બીજું ચરણ (Covid Vaccination Second Phase) શરૂ થઈ ગયું છે, તો બીજી તરફ સંક્રમિત લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર (Maharashtra)માં તો સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 9 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. જેની સામે 42 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

  દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,66,16,048 લોકોને કોવિડ વેક્સીન (Corona Vaccine) આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,407 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 89 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,11,39,516 થઈ ગઈ છે.
  આ પણ વાંચો, મહારાષ્ટ્રઃ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધાના થોડીવારમાં જ વ્યક્તિનું મોત, ડૉક્ટરો શોધી રહ્યા છે કારણ

  વિશેષમાં, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 8 લાખ 26 હજાર 75 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 14,031 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,73,413 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,57,435 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

  નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 3 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 21,91,78,908 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 7,75,631 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચો, COVID-19 Vaccination 2.0: કોવેક્સિન અને કોવિશીલ્ડે જણાવી વેક્સિનેશનની સાઈડ ઈફેક્ટ્સ અને કોણ રસી નહીં લઈ શકે

  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 475 નવા કેસ નોંધાયા જ્યારે 358 લોકોએ કોરોનાને મ્હાત આપી. કોરોના સંક્રમણથી અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4412 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 264195 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.40 ટકા પર પહોંચ્યો છે. હાલ 2638 એક્ટિવ કેસ છે, જેમાંથી 39 લોકો વેન્ટિલેટર પર અને 2599 લોકો સ્ટેબલ છે.
  Published by:Mrunal Bhojak
  First published:March 04, 2021, 10:14 am

  ટૉપ ન્યૂઝ