Corona Vaccination: એક જ દિવસમાં 88 લાખ લોકોનું રસીકરણ, કુલ 55 કરોડ 47 લાખથી વધુ લોકોને અપાઈ વેક્સીન

Corona Updates in India: ભારતમાં કોરોનાથી આંશિક રાહત, 24 કલાકમાં 25,166 નવા કેસ નોંધાયા, 437 દર્દીનાં મોત

Corona Updates in India: ભારતમાં કોરોનાથી આંશિક રાહત, 24 કલાકમાં 25,166 નવા કેસ નોંધાયા, 437 દર્દીનાં મોત

  • Share this:
    Coronavirus News Live Updates, 17 August 2021: દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave)ના ડરની વચ્ચે કોવિડ વેક્સીનેશન અભિયાન (Covid-19 Vaccination Campaign) વેગવંતુ બની ગયું છે. સોમવારે એક જ દિવસમાં 88 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કુલ 55 કરોડ 47 લાખથી વધુ લોકોને કોરોનાના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત રાહતની બીજી વાત એ છે કે, 24 કલાકમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા (Corona Cases in India) 30 હજારથી નીચે નોંધાઈ છે.

    એક જ દિવસમાં 88 લાખથી વધુ લોકોનું રસીકરણ

    મંગળવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 25,166 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 437 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,22,50,679 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 55,47,30,609 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારના 24 કલાકમાં 88,13,919 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    દેશમાં કોરોનાનો મૃત્યઆંક 4,32,079એ પહોંચ્યો

    દેશમાં કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને 3 કરોડ 14 લાખ 48 હજાર 754 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 36,830 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,69,846 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,32,079 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 16 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 49,66,29,524 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 15,63,985 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાતનો રિકવરી રેટ 98.76 ટકા

    ગુજરાતમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા છે. સોમવારે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 184 એક્ટિવ કેસ છે અને 7 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. તો બીજી તરફ રસીકરણના મોરચે સોમવારે 4,58,824 લોકોનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો, Health Tips: શરીરમાં આયરનની ઉણપના કારણે વાળ અને ત્વચાને થઈ શકે આવું નુકસાન, આવી રીતે રાખો કાળજી


    અમદાવાદમાં સૌથી વધુ કેસ

    સોમવાર સાંજ સુધીમાં અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6, વડોદરા કોર્પોરેશનમાં 3, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાંથી વધુ 13 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,934 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. જો એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 184 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે. 177 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,934 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: