Coronavirus Updates: કોરોના કેસોમાં મોટો ઉછાળો, 24 કલાકમાં 30,570 લોકો સંક્રમિત; 431નાં મોત

કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં ફરી વધારો નોંધાયો છે. (પ્રતીકાત્મક તસવીર)

India Fights Corona: ભારતમાં કોરોના સામેની જંગ વેગવંતી બની, અત્યાર સુધીમાં Covid-19 વેક્સીનના 76 કરોડ 57 લાખ ડોઝ અપાયા

  • Share this:
    Corona Cases in India, 16 September 2021: થોડા દિવસની આંશિક રાહત બાદ બુધવાર સવારે જાહેર થયેલા કોરોના મહામારીના (Corona Pandemic) આંકડાઓએ ફરી ચિંતામાં વધારો કર્યો છે. એક દિવસમાં 30 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે મૃત્યુઆંકે 400નો આંક પાર કરી દીધો છે. કેરળમાં (Kerala Covid-19 Cases) 17 હજાર જેટલા લોકો એક દિવસમાં સંક્રમિત થયા છે. ત્યારબાદ બીજા નંબરે મહારાષ્ટ્ર (Maharashtra Coronavirus News) આવે છે. અહીં 24 કલાકમાં 3783 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ, ગુજરાતમાં (Corona Cases in Gujarat) એક દિવસમાં 15 લોકો સંક્રમિત થયા છે. હાલ રાજ્યમાં 150 એક્ટિવ કેસ છે.

    દેશમાં કોરોના વેક્સીનના 76 કરોડ 57 લાખ ડોઝ અપાયા

    ગુરૂવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,570 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 431 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,33,47,325 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 76,57,17,137 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 64,51,423 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    corona data 16 September
    બુધવારના 24 કલાકમાં 15,79,761 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


    આ પણ વાંચો, કોવિડ-19 વેક્સીન ડેલ્ટા વેરિએન્ટ પર કેટલી અસરકારક? જાણો વેક્સીન કેટલી જરૂરી છે?

    ભારતમાં હાલ 3,42,923 એક્ટિવ કેસ

    કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 25 લાખ 60 હજાર 474 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 38,303 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 3,42,923 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,43,928 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 54,77,01,729 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 15,79,761 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો નવો કોવિડ-19 વેરિએન્ટ C.1.2 કેટલો ઘાતક?

    ગુજરાતમાં કોરોનાના હાલ 150 એક્ટિવ કેસ

    ગુજરાતમાં (Gujarat Coronavirus Cases) છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 150 એક્ટિવ કેસ છે અને 5 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં બુધવારે કોરોનાની 3,64,206 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,423 લોકો સાજા થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ચાર, સુરત કોર્પોરેશનમાં ચાર, જામનગરમાં બે, રાજકોટમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે અને કચ્છમાં એક કોરોનાનો કેસ નોંધાયા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: