Coronavirus Latest Updates: ફરી વધ્યો કોરોનાનો ગ્રાફ, 24 કલાકમાં 31,923 નવા કેસ, 282નાં મોત

ભારતમાં ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. (ફાઇલ તસવીર)

India Fights Corona: દેશમાં છેલ્લા 24 કલાકમાં 71,38,205 લોકોને કોરોનાની રસી અપાઈ, ભારતમાં કુલ 83 કરોડથી વધુ ડોઝ અપાયા

  • Share this:
    Covid-19 Latest Updates, 23 September 2021: ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં (India Corona Cases) ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. 24 કલાકમાં 31 હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. બીજી તરફ, એક્ટિવ કેસોમાં (Covid Active Cases) સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે 187 દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, કેરળમાં (Kerala Corona Cases) એક દિવસમાં 19,675 કેસ નોંધાયા છે અને 142 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં (Gujarat Corona Updates) પણ કોરોના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે.

    કોરોના સંક્રમણના કેસોમાં ઉછાળો

    કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુરૂવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 31,923 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 282 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,35,63,421 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 83,39,90,049 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 71,38,205 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 28 લાખ 15 હજાર 731 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 31,990 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 3,01,604 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,46,050 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 22 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 55,83,67,013 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 15,27,443 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 28 લાખ 15 હજાર 731 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.


    આ પણ વાંચો, Corona: બ્રિટને Covishield વેક્સીનને આપી મંજૂરી, નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર

    ગુજરાતમાં 24 કલાકમાં 20 કેસ નોંધાયા

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus Cases in Gujarat) નવા 20 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં ફક્ત 133 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 130 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,536 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી.

    આ પણ વાંચો, કોરોના મૃતકના પરિવારજનોને મળશે 50 હજાર રૂપિયા સહાય, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો આ જવાબ

    ગુજરાતમાં બુધવારની સાંજે 28 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 5 જિલ્લા અને 4 શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં 5, ભાવનગર જિલ્લામાં 3, અમદાવાદ શહેરમાં 2, ભાવનગર શહેરમાં 2, નવસારીમાં 2, વડોદરા શહેરમાં 2, વલસાડમાં 2, જામનગરમાં 1, વડોદરા જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે 22મી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 6,35,197 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 1,07,6000 લોકોનું રસીકરણ થયું છે.
    Published by:Mrunal Bhojak
    First published: