Coronavirus News Live Updates, 16 August 2021: દેશમાં કેરળ બાદ મહારાષ્ટ્ર અને તમિલનાડુ કોરોના મામલે ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળ (Kerala Corona Cases)માં 18 હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર (Maharashtra Corona Cases)માં 4 હજારથી વધુ અને તમિલનાડુ (Tamil Nanu Corona Cases)માં 2 હજારની આસપાસ લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ, રાહતની બાબત એ છે કે સતત ત્રીજા દિવસે મૃત્યુઆંક (Covid Deaths) 500થી નીચે નોંધાયો છે. આ ઉપરાંત સતત ત્રીજા દિવસે નવા કેસોની સંખ્યા 40 હજારથી નીચે રહી છે. એક્ટિવ કેસ (Corona Active Cases) પણ ઘટી રહ્યા છે અને 145 દિવસના નીચલા સ્તરે આવી ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 32,937 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 417 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,22,25,513 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 54,58,57,108 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારના 24 કલાકમાં 17,43,114 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાના એક્ટિવ કેસ 145 દિવસમાં સૌથી ઓછા નોંધાયા
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને 3 કરોડ 14 લાખ 11 હજાર 924 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 35,909 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,81,947 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,31,642 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 49,48,05,652 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 11,81,212 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતના 33 જિલ્લામાં એક પણ કેસ નહીં
ગુજરાત (Corona Cases in Gujarat)માં કોરોના વાયરસને લઈ રાહતના સમચાર છે. રાજ્યના 33 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રવિવારે રાજ્યમાં ફક્ત 4 મનપામાં 16 કેસ નોંધાયા છે. આ 16 કેસમાં વડોદરા શહેરમાં 8, અમદાવાદમાં 4, જૂનાગઢમાં 2 અને સુરતમાં 2 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 18 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં 15મી ઑગસ્ટની સ્થિતિમાં 183 એક્ટિવ કેસ છે આ પૈકીના 07 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 176 દર્દીઓ સ્થિર છે. અત્યારસુધીમાં ગુજરાતમાંથી 8,14,921 દર્દીઓ સાજા થઈ ગયા છે, જ્યારે 10078 મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 3,73,162 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 3 કરોડ 3 લાખ 22 હજાર 944 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 97 લાખ 38 હજાર 764 ને બીજો ડોઝ એમ સમગ્રતયા 4 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાત પર મિલિયન વેકસીનેશનમાં પણ દેશમાં મોટા રાજ્યોમાં અગ્રેસર છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર