India Fights Corona: દેશમાં હાલ 4 લાખ 6 હજાર એક્ટિવ કેસ, 24 કલાકમાં 43,910 દર્દી સાજા થયા

Coronavirus in India: ભારતમાં 24 કલાકમાં વધુ 39,070 લોકો સંક્રમિત થયા, 491 દર્દીઓએ જીવ ગુમાવ્યો

Coronavirus in India: ભારતમાં 24 કલાકમાં વધુ 39,070 લોકો સંક્રમિત થયા, 491 દર્દીઓએ જીવ ગુમાવ્યો

  • Share this:
    Coronavirus in India, 8 August 2021: રવિવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 39,070 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 491 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,19,34,455 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 50,68,10,492 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. ગુરૂવારના દિવસમાં દેશમાં વધુ 55,91,657 ડોઝ વેક્સીન આપવામાં આવી છે.

    નોંધનીય છે કે, કોવિડ-19 મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 10 લાખ 99 હજાર 771 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 43,910 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.4 ટકા છે. હાલમાં 4,06,822 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,27,862 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

    વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 7 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 48,00,39,185 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 17,22,221 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


    આ પણ વાંચો, બ્રિટને ભારતને રેડ લિસ્ટમાંથી બહાર કર્યું, યાત્રા કરતા પહેલા 10 દિવસનું હોટલ ક્વોરન્ટાઈન જરૂરી નહીં

    ગુજરાતમાં કોરોના કેસોની (Corona Cases in Gujarat) વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે. જેની સામે 27 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10077 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,61,96,017 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. શનિવારે કુલ 6,01,720 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો, બાળકોમાં કોરોનાની અસરને લઈ મળ્યા રાહતના સમાચાર, અહીં જાણો શું કહે છે નવો અભ્યાસ


    બીજી તરફ અમદાવાદમાં 4, સુરતમાં 7, વડોદરામાં 2, દાહોદમાં 4, જૂનાગઢમાં 3, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, મોરબી, કચ્છ, અમેરલીમાં 1-1 સહિત કુલ 27 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યારે કુલ 196 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 192 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 814747 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: