Coronavirus in India, 7 September 2021: ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન વેગવંતુ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં 1 કરોડ 13 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. બીજી તરફ, સંક્રમણનું જોર પણ થોડું ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે. એક દિવસમાં 31 હજાર જેટલા લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક 300ની નીચે નોંધાયો છે. નિપાહ વાયરસના ખતરાની વચ્ચે કેરળમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાતા 19 હજાર નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા 4 હજારથી નીચે નોંધાઈ છે. આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 19 લોકો સંક્રમિત થયા છે.
ભારતમાં એક જ દિવસમાં 1 કરોડ 13 લાખ લોકોને અપાઈ રસી
મંગળવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 31,222 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 290 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મોતનો આંકડો 147 દિવસનો સૌથી ઓછો છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,30,58,843 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 69,90,62,776 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,13,53,571 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,92,864 એક્ટિવ કેસ છે.
બીજી તરફ, COVID-19 મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 22 લાખ 24 હજાર 937 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 42,942 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,92,864 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,41,042 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 53,31,89,348 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 15,26,056 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 20ની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 19 કેસ નોંધાયા છે. તેની સામે 13 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,275 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.76 ટકા છે. રાજ્યમાં કુલ 152 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 145 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,082 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
ગુજરાતમાં રસીકરણની વાત કરીએ તો સોમવારે 6,01,254 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં 4,97,04,707 લોકોને રસી આપવામાં આવી છે. સોમવારે અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી વડોદરા કોર્પોરેશનમાં 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. બીજી તરફ, અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશન 3, કચ્છ 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1 કેસ નોંધાયો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર