Corona Latest Updates: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસોમાં ઘટાડો, એક્ટિવ કેસ 3 લાખથી ઓછા

India Fights Corona: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 26,041 લોકો સંક્રમિત થયા જ્યારે 276 દર્દીઓએ જીવ ગુમાવ્યા

India Fights Corona: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 26,041 લોકો સંક્રમિત થયા જ્યારે 276 દર્દીઓએ જીવ ગુમાવ્યા

  • Share this:
    Covid-19 Latest Updates, 27 September 2021: દેશવાસીઓ માટે સોમવાર સવારે રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે (Coronavirus Cases in India) કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસ (Covid-19 Active Cases) પણ ઘણા લાંબા સમય બાદ 3 લાખથી નીચે પહોંચી ગયા છે. નોંધનીય છે કે, હાલમાં કોરોના મહામારીની (Corona Pandemic) સૌથી ગંભીર અસર કેરળમાં (Kerala Corona Cases) જોવા મળી રહી છે. અહીં એક દિવસમાં 15,951 કેસ નોંધાયા છે જ્યારે 165 દર્દીનાં મોત થયા છે. તેની તુલનામાં ગુજરાતમાં કોરોના કેસોની (Corona Cases in Gujarat) સંખ્યા કાબૂમાં છે. છેલ્લા 24 કલાકમાં 21 લોકો સંક્રમિત થયા છે.

    સોમવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 26,041 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 276 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,36,78,786 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 86,01,59,011 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 38,18,362 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    ગુજરાતમાં હાલ 151 એક્ટિવ કેસ છે, જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 148 સ્ટેબલ છે.


    કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 29 લાખ 31 હજાર 972 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 29,621 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,99,620 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,47,194 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 26 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 56,44,08,251 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારના 24 કલાકમાં 11,65,006 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, તાંબાની બોટલમાં પાણી પીવાથી ઘણી બીમારીઓ રહે છે દૂર, જાણો તેની સાથે જોડાયેલી જરૂરી વાતો

    ગુજરાતમાં એક દિવસમાં 21 લોકો સંક્રમિત

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21 કેસ નોંધાયા છે, 19 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,618 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકા થયો છે.

    આ પણ વાંચો, કોરોના, આતંકવાદ, લોકતંત્ર, સંયુક્ત રાષ્ટ્ર... પીએમ મોદીની UNGA સંબોધનની 10 મોટી વાતો


    ગુજરાતમાં હાલ 151 એક્ટિવ કેસ છે, જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 148 સ્ટેબલ છે. કુલ 8,15,618 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 4, અમરેલી 1, ભાવનગર કોર્પોરેશન 1, ખેડા 1, સુરત 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.
    Published by:Mrunal Bhojak
    First published: