India-EU Summit : PM મોદી બોલ્યા- રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં EUના રોકાણ અને ટેક્નોલૉજીનું સ્વાગત છે

News18 Gujarati
Updated: July 15, 2020, 6:04 PM IST
India-EU Summit : PM મોદી બોલ્યા- રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં EUના રોકાણ અને ટેક્નોલૉજીનું સ્વાગત છે
પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, "ઈયૂ અને ભારત બંને સહજ ભાગીદાર છે. આપણી ભાગીદારી વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે મહત્ત્વની છે. આ વાસ્તવિકતા આજની સ્થિતિમાં વધારે સ્પષ્ટ થઈ ગઈ છે."

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બુધવારે ભારત-ઈયૂ સંમેલન (India-EU Summit)ને વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. વડાપ્રધાન કહ્યુ કે, માર્ચમાં કોરોના વાયરસ (Coronavirus)ને કારણે અમારે ભારત અને યૂરોપીય સંઘ (European Union) સંમેલન સ્થગિત કરવું પડ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, "ઈયૂ અને ભારત બંને સહજ ભાગીદાર છે. આપણી ભાગીદારી વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે મહત્ત્વની છે. આ વાસ્તવિકતા આજની સ્થિતિમાં વધારે સ્પષ્ટ થઈ ગઈ છે."

વડાપ્રધાન મોદીના સંબોધનની ખાસ વાતો :


  • કોરોના મહામારી સામે લડી રહેલી દુનિયા વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, અમે અત્યાર સુધી 150 દેશમાં દવા મોકલી છે. આપણા ક્ષેત્રમાં કોવિડ 19 વિરુદ્ધ સંયુક્ત અભિયાન માટે અમે પગલાં ભર્યાં છે.

  • અમે યૂરોપિય સંઘ અને તેના દેશો તરફથી કોવિડ 19ને રોકવા માટે લેવામાં આવેલા પગલાં અને ઉપાયોમાં વધારો કરવાની પહેલ કરીએ છીએ. ભારતની ફાર્મા કંપનીઓ આ વૈશ્વિક પ્રયાસમાં યોગદાન આપવા માટે તૈયાર છે.

  • આજે અમારા નાગરિકો સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ બંને પડકારનો સામનો કરી રહ્યા છે. આવા સમયે ભારત અને ઈયૂની ભાગીદારી આર્થિક પુનર્નિર્માણમાં અને માનવ કેન્દ્રીત અને માનવતા કેન્દ્રીત ગ્લોબલાઇઝેશનના નિર્માણ માટે મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.
  • ભારત અને યૂરોપીય સંઘ લોકતંત્ર, બહુપક્ષવાદ, સ્વતંત્રતા, બહુલવાદ, પારદર્શકતા જેવા સાર્વભૌમિક મૂલ્યોને વરેલા છે.

  • વર્તમાન પડકારો ઉપરાંત જળવાયું પરિવર્ત જેવી લાંબાગાળાના પ્રશ્નો ભારત અને યૂરોપિયન સંધની પ્રાથમિકતા છે. ભારતમાં Renewable એનર્જીનો ઉપયોગ વધારવાના અમારા પ્રયાસોમાં અમે યૂરોપમાંથી રોકાણ અને ટેક્નોલૉજીને આમંત્રિત કરીએ છીએ.

  • આ સમિટને સંબોધન કરતા યૂરોપીય સંઘના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલે કહ્યુ કે, "હું તમારા દેશ તરફથી યુરોપીય સંઘ સાથે જાહેર કરવામાં આવેલા સહયોગ બદલ ભારતનો આભાર માનું છું."


નીચે વીડિયોમાં જુઓ : RIL AGMમાં ઈશા અંબાણીએ જિયો માર્ટ વિશે શું કહ્યું?

અસૈન્ય પરમાણુ સહયોગ પર હસ્તાક્ષર થયા

સંમેલન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યુ કે આ વાર્તાલાપથી યૂરોપના દેશો સાથે આર્થિક તેમજ સાંસ્કૃતિક સંબંધો વધારે મજબૂત થશે. ભારત અને યૂરોપીયન સંઘે 13 વર્ષના વાર્તાલાપ બાદ એક અસૈન્ય પરમાણુ સહાય કરાર પર મંગળવારે હસ્તાર કર્યાં હતાં. બંને દેશોએ બુધવારે યોજાનાર ડિજિટલ શિખર સંમેલન પહેલા જ આ કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં. આ સંમેલનનો ઉદેશ્ય વેપાર, રોકાણ અને રક્ષા સહિતના ક્ષેત્રમાં પરસ્પર સહકારને વેગ આપવાનો હતો.
Published by: Vinod Zankhaliya
First published: July 15, 2020, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading