Home /News /national-international /ચીનને જડબાતોડ જવાબ આપવા ગલવાન ઘાટીમાં ભારતે તૈનાત કરી T-90 ટેન્ક

ચીનને જડબાતોડ જવાબ આપવા ગલવાન ઘાટીમાં ભારતે તૈનાત કરી T-90 ટેન્ક

ચીનની સામે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા ભારતીય સેના થઈ સજ્જ

ચીનની સામે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા ભારતીય સેના થઈ સજ્જ

  નવી દિલ્હીઃ પૂર્વ લદાખની ગલવાન ઘાટી (Galwan Valley Face off)માં 15 જૂનની રાત્રે ભારત અને ચીન (China)ના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ બાદથી બંને દેશોની વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશોની સેનાઓ સામ-સામે આવી ગઈ છે. યુદ્ધની સ્થિતિને જોતાં સરહદ પર સૈનિકો અને હથિયારોની સંખ્યા વધારી દેવામાં આવી છે. ચીન સામે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતે હવે ગલવાન ઘાટીમાં T-90 ટેન્ક તૈનાત કરી દીધી છે. નોંધનીય છે કે, બંને દેશોની વચ્ચે તણાવ ઓછો કરવા માટે આજે ફરી એકવાર ચુશુલમાં ટૉપ સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત થવા જઈ રહી છે.

  નોંધનીય છે કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી LAC પર સતત પોતાની ગતિવિધિ તેજ કરી રહી છે. સરહદ પર વધી રહેલા તણાવને જોતાં ભારતીય સેના (Indian Army)એ પણ ગલવાન ઘાટીમાં T-90 ભીષ્મ ટેન્કોને તૈનાત કરી દીધી છે. ભારતીય સેના LACના પોતાના હિસ્સાની અંદર તમામ મુખ્ય ટેકરીઓ પર પોતાના હથિયારોને તૈનાત કરી રહી છે, જેનાથી કોઈ પણ સ્થિતિનો સરળતાથી સામનો કરી શકાય.

  આ પણ વાંચો, ભારતે 59 ચાઇનીઝ Apps પર પ્રતિબંધ ફટકારતાં ચીની મીડિયાએ શું કહ્યું?

  સરહદ પર ચીનને પાઠ ભણાવવા માટે 155 MM હોવિત્ઝરની સાથે ફન્ફેન્ટ્રી ફાઇટર પ્લેનોને પૂર્વ લદાખમાં 1597 કિ.મી. લાંબી LACની સાથે તૈનાત કરવામાં આવ્યા છે. તેની સાથે જ ચીન જે રીતે છેતરીને હુમલા કરે છે તેને જોતાં ચુશુલ સેક્ટરમાં પણ સેનાએ બે ટેન્કોની તૈનાથી કરી દીધી છે. નોંધનીય છે કે ચીન સતત ભારત પર એવું કહીને દબાણ ઊભું કરી રહ્યું છે કે જે જમીનને લઈ વિવાદ છે તે તેની છે. જ્યારે ભારતે ચીનને પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તે એક ઇંચ પણ જમીન છોડવા તૈયાર નથી.

  આ પણ વાંચો, ગલવાન ઘર્ષણ અંગે વીકે સિંહનો દાવોઃ ચીની ટેન્ટમાં લાગેલી આગથી ભડક્યા હતા ભારતીય જવાન

  " isDesktop="true" id="994508" >

  સૈન્ય કમાન્ડરોનું માનીએ તો ભારત આ વખતે સરહદ વિવાદ પર લાંબી ખેંચતાણ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારત સરકાર તરફથી પણ ભારતીય સેનાને તમામ છૂટ આપવામાં આવી છે. એવામાં જો ચીન તરફથી કોઈ પણ પગલું ભરવામાં આવશે તો તેની સામે જવાબી કાર્યવાહી કરી શકે છે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन