20-30% લોકોએ કોરોના સામે 6 મહિનામાં ગુમાવી રોગપ્રતિકારક શક્તિ, ફરીથી સંક્રમણનો ખતરો: રિસર્ચ

20-30% લોકોએ કોરોના સામે 6 મહિનામાં ગુમાવી રોગપ્રતિકારક શક્તિ, ફરીથી સંક્રમણનો ખતરો: રિસર્ચ
પ્રતીકાત્મક તસવીર shutterstock

લોકોના મનમાં એક સવાલ પણ ઉભો થાય છે કે, કેટલા સમય સુધી કોરોના વાયરસ સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ (Immunity) રહે છે.

 • Share this:
  દેશમાં (India) કોરોનાના (Coronavirus)આંકડા દિવસેને દિવસે વધી રહ્યાં છે. કેટલાય શહેરોમાં હાલાત બેકાબૂ છે. દરમિયાન, કોરોના રસીકરણ (Covid 19 Vaccine) માટેનું અભિયાન પણ ઝડપથી વધી રહ્યું છે. આ સંદર્ભમાં, લોકોના મનમાં એક સવાલ પણ ઉભો થાય છે કે, કેટલા સમય સુધી કોરોના વાયરસ સામે કુદરતી રોગપ્રતિકારક શક્તિ (Immunity) રહે છે.

  ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયોલોજીના (IGIB) અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસ સામે કુદરતી રોગપ્રતિકારક ક્ષમતા રહે છે. પરંતુ કુલ સંક્રમિતોમાંથી 20થી 30 ટકા લોકોએ 6 મહિના પછી આ કુદરતી રોગપ્રતિકારકતા ગુમાવી છે.  આઈજીઆઈબીના ડિરેક્ટર ડૉ.અનુરાગ અગ્રવાલે એક ટ્વિટમાં કહ્યું, 'અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, 20થી 30 ટકા લોકોના શરીરમાંથી વાયરસને બેઅસર કરવાની પ્રક્રિયા પુરી થવા લાગી. આવું ત્યારે થયું જ્યારે તે સીરોપોઝિટિવ હતા. ડૉ. અગ્રવાલ કહે છે કે, 6 મહિનાના આ અભ્યાસમાં એ જાણવામાં મદદ થશે કે, કેમ મુંબઈ જેવા શહેરોમાં સીરોપોઝિટિવિટી થયા છતાંપણ સંક્રમણથી કોઈ રાહત નથી મળી રહી.

  તબલીગી જમાત કેસમાં કોર્ટે કહ્યું, 'DCP કોઇપણ ખાસ ગુનો દર્શાવવામાં અસફળ રહ્યાં'

  આ સંશોધન ખૂબ મહત્વનું છે કારણ કે, તેનાથી જાણી શકાય છે કે, દેશમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર ક્યાં સુધી રહેશે. આ રસીના મહત્વને પણ દર્શાવે છે. સંશોધન હજુ પણ ચાલુ છે. પરંતુ હાલમાં, ઘણી એવી રસીઓ છે જે સંક્રમણ સામે લડવામાં અને મૃત્યુથી બચાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

  રાજકારણ ગરમાયું! પાટીલ દ્વારા રેમડેસિવીર ઈન્જેકશનની લ્હાણી બાદ કોંગેસના ધારાસભ્યોએ પણ કરી ઈન્જેકશનની માંગ  સંશોધનકારો કહે છે કે, આ સંશોધનથી એ જાણવામાં મદદ મળશે કે, દિલ્હી અને મુંબઇ જેવા મોટા શહેરોમાં લોકોના શરીરમાં વધુ સીરોપોઝિટિવિટી હોવા છતાં, કોરોનાના કેસો કેમ વધારે આવે છે. આઈજીઆઈબીના સિનિયર સાયન્ટિસ્ટ ડૉ. શાંતનુ સેન ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'સપ્ટેમ્બરમાં અમે સીએસઆઈઆરની લેબમાં સીરો સર્વે કર્યો હતો. આમાં, ભાગ લેનારામાંથી માત્ર 10 ટકા લોકોમાં વાયરસ સામે એન્ટિબોડીઝ હતા. અમે 3થી 6 મહિના સુધી તેમનું નિરીક્ષણ કર્યું અને તેમની તપાસ કરી.'
  Published by:Kaushal Pancholi
  First published:April 11, 2021, 10:02 am

  ટૉપ ન્યૂઝ