રાજ્યના ભાવનગર શહેર જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, સુરત શહેર જિલ્લો, જામનગર શહેર જિલ્લો, રાજકોટ શહેર જિલ્લો જેવા મહાનગરો અને તેના જિલ્લા કેન્દ્રોમાં ક્યાંય પણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી. તો સાથે જ આ સિવાયના રાજ્યના તમામ જિલ્લામાં આજે કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે. જેની સામે આજે 36 નવા દર્દી સાજા થઈને ઘરે ગયા છે.
Coronavirus Update: મહારાષ્ટ્ર (maharashtra corona)માં શુક્રવારે 40,925 લોકોને કોરોના (coronavirus) વાયરસના સંક્રમણ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. દિલ્હી (delhi corona)માં શુક્રવારે કોરોના વાયરસના 17,335 નવા કેસ નોંધાયા છે. બીએમસીના જણાવ્યા મુજબ મુંબઈમાં 20,000થી વધુ નવા કેસ નોંધાયા છે.
India Corona Cases : નવી દિલ્હી. ભારતને એક દિવસમાં કોરોના વાયરસ (coronavirus in india)ના સંક્રમણના 1,41,986 નવા કેસ મળ્યા છે. આ સમય દરમિયાન 285 લોકોના મોત (corona death) થયા હતા. ભારતમાં દૈનિક સકારાત્મકતા (corona positive rate) દર 9.28 ટકા હતો. હાલ દેશમાં 4 લાખ 72 હજાર 169 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 4 લાખ 83 હજાર 178 લોકોના મોત થયા છે. સમક્રમિત લોકોની સંખ્યા 3 કરોડ 53 લાખ 68 હજાર 372 થઈ ગઈ છે.
દિલ્હીમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના 17,335 નવા કેસ નોંધાયા છે, જે 8 મે પછી એક દિવસમાં સૌથી વધુ છે. આ ઉપરાંત નવ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા અને સંક્રમણનો દર વધીને 17.73 ટકા થયો હતો. આ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં આપવામાં આવી હતી. ગુરુવારની તુલનામાં સંક્રમણના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ગુરુવારે સંક્રમણના 15,709 કેસ નોંધાયા હતા જ્યારે સંક્રમણ દર 15.34 ટકા હતો. આ અગાઉ બુધવારે 10,665 કેસ નોંધાયા હતા જ્યારે મંગળવારે 5,481 કેસ નોંધાયા હતા. શુક્રવાર પહેલા એક દિવસમાં સૌથી વધુ સંક્રમણના કેસ 8 મે ના હતા, જ્યારે 17,364 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા અને સંક્રમણનો દર 23.34 ટકા હતો. તે દિવસે 332 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસથી સંક્રમિત 40,925 લોકોની પુષ્ટિ થઈ હતી. આ સંખ્યા ગઈકાલની તુલનામાં 4,660 વધુ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સંક્રમણને કારણે 20 લોકોના મોત થયા છે. આજે જે ઈન્ફેશન્સ આવ્યા છે તેમાંથી અડધા નવા કેસ એકલા મુંબઈ આવ્યા છે. સારી બાબત એ રહી છે કે નવા દર્દીઓમાંથી કોઈ પણ ઓમિક્રોનથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ નથી.
નવા કેસ આવવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 68,34,222 લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અત્યાર સુધીમાં મહામારીને કારણે કુલ 1,41,614 લોકોના મોત થયા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર મુંબઈમાં આજે સંક્રમણના રેકોર્ડ 20,927 નવા કેસ નોંધાયા છે, જ્યારે છ લોકોના સંક્રમણથી મોત થયા છે. ગુરુવારની તુલનામાં આજે 790 નવા કેસ નોંધાયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર