COVID-19 Vaccination: કોરોના વેક્સીન માટે તમારે શું કરવું પડશે, કયા ડૉક્યુમેન્ટની જરૂર પડશે

COVID-19 Vaccination: કોરોના વેક્સીન માટે તમારે શું કરવું પડશે, કયા ડૉક્યુમેન્ટની જરૂર પડશે
તસવીર: Shutterstock

બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ કોઈ બીમારીથી પીડિત હોય તેવા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે.

  • Share this:
    નવી દિલ્હી: ભારતમાં સોમવારથી કોરોના વેક્સીન (India Corona Vaccination drive)નો બીજો તબક્કો શરૂ થશે. આ તબક્કામાં 10 કરોડ લોકોને વેક્સીન આપવાનું લક્ષ્ય છે. 1 માર્ચથી 10,000 સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો અને 12,000 ખાનગી કેન્દ્ર પરથી વેક્સીનેશનની કામગીરી શરૂ થશે. આગામી બે દિવસ સુધી સ્વાસ્થ્ય કર્મચારી (Health employees)ઓ અને બીજા સ્ટાફને વેક્સીન લગાવવાની તાલિમ (Training) આપવાનું કામ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 16મી જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી.

    સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળેલી માહિતી પ્રમાણે આ શનિવાર તેમજ રવિવારે (27-28 ફેબ્રુઆરી) 'કો-વિન' ડિજિટલ પ્લેટફોર્મને 'કો-વિન 1.0'થી 'કો-વિન 2.0'માં બદલવામાં આવશે. આથી આ બે દિવસ રસીકરણનું આયોજન નહીં કરવામાં આવે. તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને આ અંગે જાણકારી આપી દેવામાં આવી છે.



    60 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવશે

    બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ કોઈ બીમારીથી પીડિત હોય તેવા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે. 45 વર્ષથી વધુ ઉંમરના તેમજ સંવેદનશીલ બીમારીથી પીડિત લોકોને આ તબક્કામાં રસીકરણમાં શામેલ કરાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને બદલાવ અંગે પહેલાથી જ સૂચના આપી દેવામાં આવી છે.

    આ પણ વાંચો:  Reliance Jioના આ પ્લાનમાં બે વર્ષ સુધી કૉલિંગ, ઇન્ટરનેટ બધુ જ ફ્રી, ગિફ્ટ તરીકે મેળવો નવો ફોન

    વેક્સીનેશન માટે કો-વિન 2.0 પોર્ટન પર નોંધણી કરાવવી પડશે

    >> વેક્સીન લેવા માંગતા લોકોએ પહેલાથી જ કો-વિન એપ પર નોંધણી કરાવવી પડશે. આ નોંધણી જાતે પણ કરી શકાય છે.

    >> કોવિન 2.0 પોર્ટલ તમે તમામ મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરીને નોંધણી કરી શકો છે. અથવા આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન મારફતે નોંધણીની પ્રક્રિયા હાથ ધરી શકો છો.

    >> પોર્ટલમાં તમારી આસપાસના તમામ કોવિડ સેન્ટરની જાણકારી આપવામાં આવી હશે. ત્યાં ચાલી રહેલા વેક્સીનેશનનો સમય, તારીખની માહિતી મેળવી શકાશે.

    >> તમારી સુવિધા માટે તમે કોઈ એક સેન્ટરની પસંદગી કરીને વેક્સીનેશન માટે અપોઇન્ટમેન્ટ લઈ શકો છો.

    >> રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. મોબાઇલ પર ડાઉનલોડ કરવામા આવેલી એપમાં જરૂરી જાણકારી નાખ્યા બાદ ઓટીપી આવશે. ઓટીપી નાખતા જ એકાઉન્ટ બની જશે.

    >> પરિવારનો કોઈ સભ્ય પણ તમારું રજિસ્ટ્રેશન પોતાના મોબાઇલમાંથી કરી શકે છે.

    >> કોવિન પ્લેફોર્મમાં જીપીએસ સિસ્ટમની સુવિધા હશે.

    >> એક મોબાઇલ એપમાં ચાર વ્યક્તિની નોંધણી કરાવી શકાય છે. આરોગ્ય સેતુમાં રજિસ્ટ્રેશન માટે OPTનો ઉપયોગ થશે.

    આ પણ વાંચો: SBI Mutual Fund IPO: દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કંપની 7,500 કરોડ રૂપિયાનો IPO લાવશે

    મોબાઇલ ન હોય તો સીધા સેન્ટર પર પહોંચો

    >> જેમની પાસે મોબાઇલ નથી તેમના માટે 2.5 લાખ કૉમન સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

    >> જો કોઈ વ્યક્તિ મોબાઇલમાં રજિસ્ટ્રેશન નથી કરાવી શકતો તો તે જરૂરી દસ્તાવેજ સાથે વેક્સીનેશન સેન્ટર જઈ શકે છે. 60 વર્ષથી વધુ ઉંમરના દસ્તાવેજ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ માન્ય છે.

    >> 45 વર્ષના વ્યક્તિએ પણ બીમારીનું સર્ટિફિકેટ આપવું પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:February 27, 2021, 08:48 am

    ટૉપ ન્યૂઝ