COVID-19: દેશમાં બે દિવસ બાદ ફરી 20,000થી વધુ કેસ નોંધાયા, મૃત્યુઆંક પણ 300ને પાર

કેરળ અને મહારાષ્ટ્રમાં સતત નોંધાઈ રહેલા સંક્રમણના આંકડા ચિંતાજનક છે. (પ્રતીકાત્મક તસવીર)

Corona Cases in India: ભારતમાં 24 કલાકમાં 23,529 લોકો સંક્રમિત થયા, કુલ મૃત્યુઆંક 4,48,062એ પહોંચ્યો

  • Share this:
    Covid-19 Latest Updates, 30 September 2021: દેશમાં કોરોના વાયરસ (Coronavirus In India) સંક્રમણના કેસોમાં ગત થોડા દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો હતો. જોકે, છેલ્લા 24 કલાકમાં ફરી એક વાર કોવિડ-19ના નવા કેસોમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે અને સંક્રમણનો આંક ફરી 20 હજારને પાર પહોંચી ગયો છે. એક દિવસમાં મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ 300ને પાર જતી રહી છે. ગુજરાતમાં (Gujarat Corona Cases) છેલ્લા 24 કલાકમાં નવા 20 કેસ નોંધાયા છે જેની સામે 12 દર્દી સાજા થયા છે. સૌથી વધુ ચિંતા કેરળમાં (Covid-19 Cases in Kerala) છે કારણ કે અહીં એક દિવસમાં 12 હજારથી વધુ સંક્રમણના કેસ નોંધાયા છે અને 155 દર્દીનાં મોત થયા છે.

    કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુરૂવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 23,529 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 311 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,37,39,980 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 88,34,70,578 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 65,34,306 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    29 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 56,89,56,439 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 15,06,254 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.


    કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં 3 કરોડ 30 લાખ 14 હજાર 898 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં , 28,718 દર્દીઓ સાજા થયા છે. હાલમાં 2,77,020 એક્ટિવ કેસ છે. ભારતમાં રિકવરી રેટ 97.8 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 4,48,062 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 29 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 56,89,56,439 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 15,06,254 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, Digital Health ID Card: ઘરે બેઠા આ રીતે બનાવો તમારું કાર્ડ, જાણો તેનાથી શું ફાયદા થશે

    ગુજરાતમાં કોરોના વેક્સીનના કુલ 6,05,69,233 ડોઝ અપાયા

    ગુજરાતમાં કોરોનાની સ્થિતિ (Corona Pandemic Situation) ઘણે અંશે કાબૂમાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 20 કેસ નોંધાયા છે. જેની સામે 12 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજયમાં 29મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 30 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 3 જિલ્લા અને 3 મનપામાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં 5 કેસ, અમદાવાદ શહેરમાં 4, ખેડામાં 2, સુરત જિલ્લાાં 2, વડોદરા શહેરમાં 2, વલસાડમાં 5 કેસ નોંધાયો છે.

    આ પણ વાંચો, કોરોના બાદ હવે ડેંન્ગ્યૂ સામે DNA વેક્સિન પર કામ કરી રહ્યા છે ભારતીય વૈજ્ઞાનિકો, ZyCoV-Dએ વધારી આશા

    ગુજરાતમાં 29મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 156 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 153 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,678 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. રાજ્યમાં આજે 29મી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 2,32,476 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 62,245 લોકોનું રસીકરણ થયું છે.
    Published by:Mrunal Bhojak
    First published: