Home /News /national-international /ભારત કોઈના દબાણમાં નહીં આવે: ચીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ કરી વિદેશમંત્રીએ મોટી વાત કહી
ભારત કોઈના દબાણમાં નહીં આવે: ચીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ કરી વિદેશમંત્રીએ મોટી વાત કહી
s jaishankar
જયશંકરે વર્ષ 2019ની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં વાયુ સેના દ્વારા કરવામાં આવેલ બાલાકોટ એરસ્ટ્રાઈક દ્વારા અત્યંત જરુરી મેસેજ આપ્યો હતો.
ચેન્નાઈ: વિદેશ મંત્રી એસ.જયશંકરે શનિવારે કહ્યું કે, પાકિસ્તાનથી ઊભા થઈ રહેલા આતંકવાદ અને ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર આક્રમક સંઘર્ષ પર ભારતની જવાબી પ્રતિક્રિયા દેખાય છે કે દેશ કોઈના દબાણમાં નહીં આવે. તેમણે કહ્યું કે, દેશ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંભવ દરેક પગલા ઉઠાવશે.
જયશંકરે વર્ષ 2019ની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પુલવામા આતંકવાદી હુમલાના જવાબમાં વાયુ સેના દ્વારા કરવામાં આવેલ બાલાકોટ એરસ્ટ્રાઈક દ્વારા અત્યંત જરુરી મેસેજ આપ્યો હતો.
વિદેશ મંત્રીએ શનિવારે સાંજે ચેન્નાઈમાં તમિલ સાપ્તાહિત તુગલકની 53મી વર્ષગાંઠને સંબોધન કરતા કહ્યું કે, ચીન ઉત્તરી સરહદ પર આજે મોટા પાયે ફોર્સ લઈને આપણી સીમાનું ઉલ્લંઘન કરીને યથાસ્થિતીને બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોવિડ- 19 હોવા છતાં, પાણી પ્રતિક્રિયા મજબૂત અને દ્રઢ હતી. હજારોની સંખ્યામાં તૈનાતા આપણા સૈનિકએ દુર્ગમ વિસ્તારમાં આપણી સરહદોની રક્ષા કરી અને તે પૂરી તત્પરતાની સાથે કરી રહ્યા છે.
જયશંકરે કહ્યું કે, રાષ્ટ્રીય ખુશહાલીના કેટલાય પહેલૂ છે અને રાષ્ટ્રીય સુરક્ષા ચોક્કસપણે બુનિયાદી આધાર છે. આ સંબંધમાં તમામ દેશોની પરખ થાય છે. પણ આપણી સામે ઉગ્રવાદથી લઈને સરહદ પર આતંકવાદ સુધીની કેટલીય સમસ્યા છે. બાલાકોટના હવાઈ હુમલાથી ખૂબ જ જરુરી મેસેજ ગયો છે. તેમણે કહ્યું કે, ભારત એક એવો દેશ છે, જે કોઈના પણ દબાણમાં નહીં આવે અને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બધું જ કરશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર