શું ભારતમાં કોરોનાની ચરમસીમા જતી રહી? જાણો શું કહે છે આંકડા

News18 Gujarati
Updated: September 29, 2020, 6:15 PM IST
શું ભારતમાં કોરોનાની ચરમસીમા જતી રહી? જાણો શું કહે છે આંકડા
ફાઇલ તસવીર.

દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો. 17 સપ્ટેમ્બરના રોજ દેશમાં રેકૉર્ડ 93 હજાર કેસ નોંધાયા બાદ પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

  • Share this:
નવી દિલ્હી: ગત 17 સપ્ટેમ્બરના રોજ ભારતમાં કોરોના વાયરસના કુલ 93,199 કેસ આવ્યા હતા. જે દેશમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. જે બાદમાં આ આંકડો સતત ઘટી રહ્યો છે. આ આંકડો ગત આઠ દિવસમાં ઘટીને 86,270 સુધી પહોંચ્યો છે. સતત ઘટી રહેલા કોરોના કેસને કોરોનાની ચરમસીમા વીતી ગઈ હોવા તરીકે જોવામાં આવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન ટેસ્ટની સંખ્યા પણ 10.7 લાખથી વધારીને 11.2 લાખ સુધી પહોંચી છે. આ દરમિયાન ટેસ્ટિંગ પોઝિટિવિટી રેટ 8.7 ટકાથી ઘટીને 7.7 ટકા સુધી પહોંચ્યો છે.

આખા દેશમાં રિકવરી રેટ 83 ટકા થયા

હવે દેશમાં કોવિડ-19થી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 51 લાખ સુધી પહોંચી છે. જેનાથી સાજા થવાનો ડર સૌથી વધારે 83 ટકા થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી હતી. સ્વસ્થ થવાના મોટા ભાગના કેસમાં 73 ટકા કેસ 10 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઓડિશા, કેરળ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં નોંધાયેલા છે.

આ પણ વાંચો: પાકિસ્તાન મરીન ચાંચિયાઓથી અમને બચાઓ : માછીમારોએ PM મોદીને લખ્યો પત્ર

મંત્રાલયે જણાવ્યું કે યાદીમાં મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. અહીં એક દિવસમાં લગભગ 20 હજાર લોકો સ્વસ્થ થયા છે. જ્યારે કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં આ સંખ્યા સાત હજારથી વધારે છે. મંત્રાલયે કહ્યુ કે, "સ્વસ્થ્ય થયેલા લોકોની સંખ્યા સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા (41,53,831 લાખ)થી વધારે છે. આ બીમારીથી સાજા થયેલા કેસની સંક્યા સારવાર લઈ રહેલ દર્દીઓની સંખ્યાથી 5.38 ગણી વધારે છે. સાજા થયેલા લોકોની સંખ્યા સતત વધી રહેલી છે."

આ પણ વાંચો: રાજકોટ: Remdesivir ઇન્જેકશનના કાળાબજાર મામલે મોટો ખુલાસોભારતમાં કોવિડ-19 (Covid-19)થી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 61 લાખને પાર થઈ ગઈ છે. પરંતુ બીજી તરફ આંશિક રાહતની વાત એ છે કે એક દિવસમાં નોંધાતા કોરોના કેસો (India Coronavirus Cases)માં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે રોજેરોજ 90 હજારથી વધુ કેસો નોંધાતા હતા. પરંતુ થોડાક દિવસમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 70,589 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 776 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 61,45,292 થઈ ગઈ છે. વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 51 લાખ 1 હજાર 398 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,47,576 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 96,318 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
Published by: Vinod Zankhaliya
First published: September 29, 2020, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading