Home /News /national-international /કોરોના વાયરસ : દેશમાં એક દિવસમાં સૌથી વધારે 10 લાખ ટેસ્ટ, 24 કલાકમાં 945 લોકોનાં મોત

કોરોના વાયરસ : દેશમાં એક દિવસમાં સૌથી વધારે 10 લાખ ટેસ્ટ, 24 કલાકમાં 945 લોકોનાં મોત

ધરપકડ બાદ હવે દુષ્કર્મનો આરોપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે તેને શોધવા માટે સિવિલ હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી શરૂ કરી છે. દુષ્કર્મનો આરોપી પોલીસ જપ્તામાંથી ફરાર થતાં કૃષ્ણનગર પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

શુક્રવારે દેશમાં 10,23,836 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં 21મી ઓગસ્ટ સુધી કુલ 3.44 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી : સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Ministry of Health and Family Welfare, Government of India) તરફથી શનિવારે જાહેર કવરામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં 10 લાખથી વધારે કોરોના ટેસ્ટ (Corona Tests) કરવામાં આવ્યા છે. શુક્રવારે દેશમાં 10,23,836 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં 21મી ઓગસ્ટ સુધી કુલ 3.44 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં શનિવારે કોરોનાના નવા 69,878 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 945 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 29,75,701 પર પહોંચી છે. એટલે કે આવતીકાલ સુધી દેશમાં કોરોનાના કેસ (Coronavirus Cases)ની સંખ્યા 30 લાખને પાર કરી જેશે.

શનિવારે દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 6,97,330 નોંધાઈ છે. આ સાથે દેશમાં કુલ મોતની સંખ્યા 55,794 પર પહોંચી ગઈ છે. જ્યારે મોતની ટકાવારી 1.9 ટકા થઈ છે. જ્યારે સાજા થવાના દર 74.7 ટકા થયો છે.

16 દિવસમાં 10 લાખ કેસ

અમેરિકા અને બ્રાઝિલની સરખામણીમાં હાલ ભારતમાં કોરોનાની ઝડપ વધારે છે. ભારતમાં અંતિમ 10 લાખ કેસ ફક્ત 16 દિવસમાં નોંધાયા છે. જ્યારે બ્રાઝિલમાં 20 લાખથી 30 લાખ કેસ થવામાં 23 દિવસ લાગ્યા હતા. જ્યારે અમેરિકામાં દર્દીની સંખ્યા 20 લાખથી 30 લાખ પહોંચવામાં 28 દિવસ લાગ્યા હતા. ભારતમાં પ્રથમ 10 લાખ કેસ થવામાં 138 દિવસ લાગ્યા હતા. પરંતુ તે બાદમાં દેશમાં કોરોનાએ ઝડપ પકડી હતી. 10 લાખથી 20 લાખ કેસ થવામાં ભારતમાં 21 દિવસ લાગ્યા હતા. જ્યારે અમેરિકમાં આ આંકડો 43 દિવસ અને બ્રાઝિલમાં 27 દિવસ હતો.



મોતની ટકાવારી ઓછી

ભારત માટે રાહતની વાત એ છે કે અહીં મોતનું પ્રમાણ ખૂબ ઓછું છે. ભારતમાં અત્યાર સુધી (તા. 21 ઓગસ્ટ, 2020) 54,849 મૃત્યું નોંધાયા છે. જ્યારે અમેરિકામાં 30 લાખ કેસ પૂરા થયા ત્યાં સુધી 1 લાખ 30 હજાર લોકોનાં મોત થયા છે. જ્યારે બ્રાઝિલમાં 30 લાખ કેસ થયા ત્યાં સુધી એક લાખથી વધારે લોકોનાં મોત થયા છે. ભારતમાં હાલ મોતનું પ્રમાણે બે ટકાથી ઓછું છે. અમેરિકા અને બ્રાઝિલમાં આ આંકડો ખૂબ વધારે છે.

દર્દીઓ સાજા થવાનું પ્રમાણે વધારે

ભારતમાં દર્દીઓ સાજા થવાનું પ્રમાણે 74 ટકાથી વધારે છે. સંક્રમણથી મૃત્યુદર ઘટીને 1.89 ટકા થઈ ગયો છે. આંકડા પ્રમાણે દેશમાં હાલ (તા. 21 ઓગસ્ટ, 2020 સુધી) 6,92,028 દર્દીઓની સારવાર ચાલી રહી છે, આ સંખ્યા કુલ સામે આવેલા કેસના 23.82 ટકા છે.

ગુજરાતમાં એક દિવસમાં સૌથી વધારે 72,857 ટેસ્ટ

રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં કોરોના વાયરસના 1,204 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1,324 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2,869 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 251 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 84,466 છે. રાજ્યમાં હાલ કુલ 14,320 એક્ટિવ દર્દી તરીકે દાખલ છે, જેમાં 89 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,231 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 67,277 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published:

Tags: Brazil, Coronavirus, COVID-19, અમેરિકા, ભારત, હોસ્પિટલ