કોરોનાનો કહેર: દેશમાં 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1.31 લાખનો વધારો, 2,812 લોકોનાં મોત

કોરોનાનો કહેર: દેશમાં 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1.31 લાખનો વધારો, 2,812 લોકોનાં મોત
પ્રતીકાત્મક તસવીર

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28.13 લાખ થઈ છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા 1.7 કરોડ થઈ છે. જેમાંથી 1.4 કરોડ લોકો સાજા થયા છે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસે (Coronavirus) હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (health ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશ (Coronavirus India)માં છેલ્લા 24 કલાકમાં 3.53 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં 2.19 લાખ લોકો સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,812 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં એક જ દિવસમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં 1.31 લાખનો વધારો થયો છે.

    દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28.13 લાખ થઈ છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા 1.7 કરોડ થઈ છે. જેમાંથી 1.4 કરોડ લોકો સાજા થયા છે. દેશમાં સાજો થવાનો દર 82.6 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 2812 લોકોનાં મોત સાથે દેશમાં કુલ મોતની સંખ્યા 1,95,123 થઈ છે.



    આજની હાઇલાઇટ્સ:

    >> 29 માર્ચ પછી પ્રથમ વખત સૌથી ઓછી રસીકરણ. 9.95 લાખ લોકોએ રસી લીધી.
    >> દેશમાં કુલ 14.19 કરોડ લોકોએ વેક્સીન લીધી. ભારતની કુલ વસ્તીના 10 ટકા લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લીધો.
    >> દેશમાં પ્રતિ 10 લાખ લોકોએ મોતનું પ્રમાણ 400.
    >> આંદમાન અને નીકોબારમાં એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો.
    >> મહારાષ્ટ્રમાં નવા 66.19 હજાર કેસ, ઉત્તર પ્રદેશમાં 33.31 હજાર અને કર્ણાટકમાં 34.8 હજાર કેસ.
    >> મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 832 કેસ, દિલ્હીમાં 350 અને ઉત્તર પ્રદેશમાં 2.6 કેસ.



    આ પણ વાંચો: એમ્બ્યુલન્સ ન મળતા પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને સ્મશાને પહોંચ્યો દીકરો, પછી જે થયું...

    ગુજરાતમાં 24 કલાકમાં નવા 14,296 કેસ

    ગુજરાતમાં કોરોના રોજ નવો રેકોર્ડ તોડી (coronavirus record) રહી છે. રવિવારે ગુજરાતમાં 14,296 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 157 દર્દીનાં મોત નીપજ્યા છે. રવિવારે 6,727 દર્દીઓ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 93,63,159 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 19,32,370 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.



    આ પણ વાંચો: બાઇડન બોલ્યા- ભારતે જે રીતે કોરોના સંકટમાં અમારી મદદ કરી હતી, અમે એ રીતે જ મદદ કરીશું

    આ પણ વાંચો: 12 વર્ષની બાળકીના હાથ-પગ બાંધી સામુહિક દુષ્કર્મ, ખેતરમાં બેભાન હાલતમાં મળી આવી

    આ સાથે રાજ્યમાં રિકવરી રેટ 75.54 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યારસુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 3,74,699 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કોરોનાની આજની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશમાં 5790 કેસ, સુરત કોર્પોરેશનમાં 1690, રાજકોટ કોર્પોરેશનમાં 608, મહેસાણામાં 598 કેસ, વડોદરા કોર્પોરેશન 573, સુરત 413, જામનગર કોર્પોરેશન 286 કેસ, જામનગર 388, બનાસકાંઠામાં 282, ભાવનગર કોર્પોરેશન 212, સુરેન્દ્રનગરમાં 196, વડોદરા 187 કેસ નોંધાયા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:April 26, 2021, 11:00 am

    ટૉપ ન્યૂઝ