કોરોના: દેશમાં 24 કલાકમાં કોરોનાથી ટપોટપ 1,340 લોકોનાં મોત, 57% વસ્તી ઘરોમાં કેદ

તસવીર: Shutterstock

શુક્રવારે કોરોના સંક્રમિત નવા કેસની સંખ્યાઓ ફરી રેકોર્ડ તોડ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે દેશમાં 2,33,869 નવા કેસ નોંધાયા છે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોરોનાની કેસ (India coronavirus updates) સતત વધી રહ્યા છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસનો રેકોર્ડ (Record) બની રહ્યો છે. આ દરમિયાન શુક્રવારે દેશમાં 1,340 લોકોનાં મોત (Death) થયા છે, જેણે દુનિયા સામે દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ સામે લાવી દીધી છે. દેશમાં આ બીમારીએ કેટલો ભરડો લીધો છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે સ્મશાન ઘાટો પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી છે. મોતના આંકડાની સાથે સાથે દેશમાં કોરોનાના નવા કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે.

  શુક્રવારે કોરોના સંક્રમિત નવા કેસની સંખ્યાઓ ફરી રેકોર્ડ તોડ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે દેશમાં 2,33,869 નવા કેસ નોંધાયા છે. કોરોનાને પગલે દેશના મોટાભાગના હિસ્સાઓમાં કડક નિયમો લગાવવામાં આવ્યા છે. દેશમાં 15 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલ નાઇટ કર્ફ્યૂ અથવા વીકેન્ડ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. અલગ અલગ પ્રકારના પ્રતિબંધને પગલે દેશની અડધી (57%) વસ્તી હાલ ઘરોમાં કેદ છે.

  કોરોના હાઇલાઇટ્સ:

  નવા નોંધાયેલા નવા કેસ: 2,34,692
  24 કલાકમાં મોત: 1,341
  હૉસ્પિટલમાંથી રજા: 1,23,354
  કુલ કેસ: 1,45,26,609
  કુલ ડિસ્ચાર્જ: 1,26,71,220
  એક્ટિવ કેસ: 16,79,740
  કુલ મોત: 1,75,649
  રસીકરણ: 11,99,37,641  આ પણ વાંચો: Senior Citizens માટે ખુશીના સમાચાર! હવે વૃદ્ધાવસ્થામાં નહીં રહે પૈસાની ચિંતા, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

  શુક્રવાર પહેલા ભારતમાં છેલ્લે સૌથી વધારે મોત સપ્ટેમ્બરમાં નોંધાયા હતા, જે આંકડો 1,284 હતો. એક વિશ્લેષણ પ્રમાણે આગામી બે દિવસમાં દેશભરમાં 700 મિલિયનથી વધારે લોકો સીમિત સમય માટે કર્ફ્યૂનો સામનો કરશે. હકીકતમાં ભારતમાં કોવિડ-19ને પગલે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તેનાથી આવા પ્રતિબંધો જરૂરી બની ગયા છે.

  ગત વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ 93,617 કોરોના કેસ નોંધાયા હતા

  ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલ સુધી દરરોજ કોરોનાના 188,400 નવા કેસ નોંધાયા હતા. કોરોનાની પહેલી લહેર દરમિયાન પીક સમય દરમિયાન આટલા કેસ સામે આવ્યા ન હતા. 16 સપ્ટેમ્બર, 2020ના જ્યારે કોરોના પીક પર હતો ત્યારે ભારતમાં 93,617 નવા કેસ નોંધાયા હતા. એ રીતે જોઈએ તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એટલે કે બીજી લહેરમાં કોરોનાને કેસ બે ગણા થઈ ગયા છે.  આ પણ વાંચો: રાજકોટ: ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ, કંપનીમાં સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરી

  રાજ્યમાં 24 કલાકમાં 94 દર્દીનાં મોત

  રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 8,920 કેસ નોંધાયા છે. જેની સામે 3,387 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 94 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5,170 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.73 ટકા છે.


  આ પણ વાંચો:  કોરોનાના દર્દીઓને રાહત આપતો રાજ્ય સરકારનો નિર્ણય, HRCT સિટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કરાયો


  શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 2,898 સુરતમાં 1,920, વડોદરામાં 600, રાજકોટમાં 759, જામનગરમાં 314, મહેસાણામાં 330, ભરુચમાં 173, પાટણમાં 125, ભાવનગરમાં 197, જૂનાગઢમાં 135, નવસારીમાં 117, બનાસકાંઠામાં 110, ગાંધીનગરમાં 142, અમરેલીમાં 92, દાહોદમાં 91, કચ્છમાં 89, આણંદમાં 81 સહિત કુલ 8,920 કેસ નોંધાયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: