કોરોના અપડેટ: દેશમાં 74 દિવસ પછી સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 60,753 નવા કેસ

તસવીર: Shutterstock

India coronavirus Latest news: દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2.98 કરોડ અને સાજા થયેલા લોકોની સંખ્યા 2.86 કરોડ થઈ છે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ (India coronavirus latest)માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 60,753 કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન દેશમાં 97,743 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસથી 1,647 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસ (Coronavirus active cases)ની સંખ્યા ઘટીને 7,60,019 થઈ છે. દેશમાં રિકવરી રેટ (Recovery rate) 96.2 ટકા થયો છે.

  આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2.98 કરોડ અને સાજા થયેલા લોકોની સંખ્યા 2.86 કરોડ થઈ છે. દેશમાં કોરોના વાયરસને પગલે અત્યારસુધી 3,85,137 લોકોનાં મૃત્યુ થયા છે. રસીકરણ (Corona vaccination)ની વાત કરવામાં આવે તો અત્યારસુધી દેશમાં 27 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપી દેવામાં આવી છે.

  આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની આશંકા! પુણેમાં ફરીથી લાગ્યું વીકેન્ડ લૉકડાઉન

  આજની હાઇલાઇટ્સ:

  >> દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. દેશમાં હાલ 7,60,019 એક્ટિવ કેસ.
  >> 74 દિવસ પછી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સૌથી ઓછી.
  >> દેશમાં 2,86,78,390 લોકો અત્યારસુધી કોરોનાથી સાજા થયા.
  >> છેલ્લા 24 કલાકમાં દેશમાં 97,743 લોકો સાજા થયા.
  >> દેશમાં રિકવરી રેટ વધીને 96.16% થયો.
  >> અઠવાડિક પોઝિટિવ રેટ 5%ની અંદર રહ્યો, હાલ આ રેટ 3.58%.
  >> દરરોજનો પોઝિટિવ રેટ 2.98%, સતત 12માં દિવસે આ રેટ 5%ની અંદર રહ્યો.  આ પણ વાંચો: યુવતીઓએ બાથરૂમમાં ક્લિક કરી એવી સેલ્ફી કે પોસ્ટ કરતા જ ખાસ કારણથી થઈ Viral

  ગુજરાતમાં કોરોનાના નવા 262 કેસ

  શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 262 કેસ નોંધાયા છે. જેની સામે 776 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે પાંચ દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,023 થયો છે.

  આ પણ વાંચો: મિલ્ખા સિંહને પાક. સરમુખત્યારે આપ્યો હતો ફ્લાઇંગ શીખનો ખિતાબ, ભાગલાનું દુઃખ ભૂલીને લાહોરમાં દોડ્યા હતા

  રાજ્યમાં સાજા થવાનો દર 97.90 ટકા છે. અત્યારસુધીમાં 2,15,47,305 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,55,046 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યારે કુલ 7,230 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 198 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 7,032 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 8,04,668 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: