Coronavirus Update: કોરોનાના કેસ ફરી વધ્યા, 24 કલાકમાં 11,919 નવા દર્દીઓ, 470નું મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 11 હજાર 919 નવા દર્દીઓ મળ્યા છે. (પ્રતીકાત્મક ફોટો- AP)

મહારાષ્ટ્રમાં બુધવારે કોવિડ-19ના 1,003 નવા કેસ નોંધાયા અને 32 લોકોનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કુલ સંક્રમિતો અને મૃતકોની સંખ્યા વધીને અનુક્રમે 66,26,875 અને 1,40,668 થઈ ગઈ છે.

  • Share this:
    નવી દિલ્હી. કોરોના વાયરસના કેસમાં ગુરુવારે વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 11 હજાર 919 નવા દર્દીઓ મળ્યા છે. આ દરમ્યાન 470 દર્દીઓનું મૃત્યુ થયું છે. હાલ ભારતમાં 1 લાખ 28 હજાર 762 દર્દીઓની સારવાર ચાલુ છે. નવા આંકડાને ઉમેરીને દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 3 કરોડ 44 લાખ 517 પર પહોંચી ગઈ છે. તો 4 લાખ 64 હજાર 623 દર્દીના મોત થયા છે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે કોવિડ-19 વિરોધી રસીના બંને ડોઝ લેનારાની સંખ્યા દેશમાં પહેલી વખત રસીનો એક ડોઝ લેનારા કરતાં વધી ગઈ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘જન ભાગીદારી’ અને ‘સંપૂર્ણ સરકારી અભિગમ’ની દૂરદ્રષ્ટિ, સરકારમાં લોકોનો વિશ્વાસ અને ‘હર ઘર દસ્તક’ અભિયાનને કારણે આ સિદ્ધિ મળી છે.

    માંડવિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ‘રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજમાં નોંધપાત્ર ઉપલબ્ધિ મેળવતા પ્રથમ વખત રસીનો સંપૂર્ણ ડોઝ મેળવનાર લોકોની સંખ્યા એવા લોકો કરતા વધી ગઈ છે જેમણે રસીનો માત્ર એક ડોઝ લીધો છે.’

    મહારાષ્ટ્રમાં 32 લોકોના મોત થયા છે

    મહારાષ્ટ્રમાં બુધવારે કોવિડ-19ના 1,003 નવા કેસ નોંધાયા અને 32 લોકોનું મૃત્યુ થયું હતું. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે રાજ્યમાં કુલ સંક્રમિતો અને મૃતકોની સંખ્યા વધીને અનુક્રમે 66,26,875 અને 1,40,668 થઈ ગઈ છે. તો એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લેનારા લોકોની સંખ્યા દિવસમાં સાત કરોડને વટાવી ગઈ છે. તો રસીના બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 3.46 કરોડ છે.

    આ પણ વાંચો: હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોને ફરી ફૂડ મળશે, સરકારે સુવિધાઓ શરુ કરવાની મંજૂરી આપી

    કેરળમાં 6,849 અને આંધ્રપ્રદેશમાં 230 નવા કેસ

    કેરળમાં કોવિડ-19ના 6,849 અને આંધ્ર પ્રદેશમાં 230 નવા કેસ નોંધાયા છે. રાજ્યો દ્વારા જાહેર કરાયેલા આંકડા પરથી આ માહિતી મળી છે. કેરળમાં કોવિડ-19ના 6,849 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને બુધવારે 50,77,984 થઈ ગઈ. તો 388 દર્દીઓના મોત થયા, જેના પછી મૃત્યુઆંક વધીને 36,475 થયો.

    આ પણ વાંચો: હવે સૂર્યાસ્ત પછી પણ હોસ્પિટલોમાં થશે પોસ્ટમોર્ટમ; મનસુખ માંડવિયાનું ટ્વીટ- અંગ્રેજોના સમયની વ્યવસ્થા ખતમ!

    આંધ્રપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 230 નવા કેસ નોંધાયા છે, જેના પછી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 20,70,516 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 346 દર્દીઓ સંક્રમણ મુક્ત થયા છે, ત્યારબાદ સ્વસ્થ લોકોની સંખ્યા વધીને 20,53,480 થઈ ગઈ. વધુ ત્રણ દર્દીઓના મોત બાદ મૃત્યુઆંક વધીને 14,421 થયો છે. અહીં 2,615 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
    Published by:Nirali Dave
    First published: