દેશમાં રોકેટ ગતિએ વધી રહેલો કોરોના: છેલ્લા 24 કલાકમાં 714 લોકોનો જીવ લીધો, 89,129 નવા કેસ નોંધાયા

તસવીર: Shutterstock

Corona update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 89,129 કેસ નોંધાયા. દેશમાં કુલ મૃત્યાંક 1,64,110 થયો.

 • Share this:
  નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 89,129 કેસ નોંધાયા છે. આ દરમિયાન 44,202 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. 24 કલાકમાં 714 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કુલ મૃત્યાંક 1,64,110 થયો છે. આ ઉપરાંત દેશમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા 6,58,909 થઈ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ખૂબ ઝડપે વધી રહી છે.

  દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 93.4 ટકા થયો છે. બીજી તરફ મોતની ટકાવારી 1.3 ટકા છે. દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,23,92,260 નોંધાયા છે. જેમાંથી 1,15,69,241 લોકો સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં કુલ 7.3 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.

  આ પણ વાંચો: કોરોનાની બીજી લહેર: આ વખતે કોરોનાને રોકવા કદાચ લૉકડાઉન પણ કામ નહીં આવે! જાણો કારણ

  મહારાષ્ટ્રમાં  સ્થિતિ ગંભીર

  મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં 24 કલાકમાં નવા 47,913 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં હાલ 3,91,203 એક્ટિવ કેસ છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 24 હજાર લોકો સાજા થયા છે. મોતની વાત કરવામાં આવે છો અહીં 24 કલાકમાં 481 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યારસુધી કુલ 55,379 લોકોનાં મોત થયા છે.

  આ પણ વાંચો: રાજકોટ: આઠ વર્ષની માસૂમનો દેહ પીંખનારો બે સંતાનનો પિતા એવો કિશોર તાવડે ઝડપાયો

  રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2,640 કેસ

  શુક્રવારે રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,640 કેસ નોંધાયા છે. જેની સામે 2,066 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 11 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,539 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.21 ટકા છે. અમદાવાદમાં 629, સુરતમાં 644, વડોદરામાં 375, રાજકોટમાં 307, જામનગરમાં 60, ગાંધીનગરમાં 55, ભાવનગરમાં 60, મહેસાણામાં 43, પાટણમાં 42, મહીસાગરમાં 38, ખેડામાં 32, બનાસકાંઠામાં 30, પંચમહાલમાં 27, કચ્છમાં 25, દાહોદમાં 24, નર્મદામાં 23 સહિત કુલ 2,640 કેસ રાજ્યમાં નોંધાયા છે.  આ પણ વાંચો: અમદાવાદ: પોલીસકર્મીના પત્નીને ફેરિયાએ કહ્યુ, 'શું લેવું છે? ચાલ મારી સાથે ફરવા'

  રાજ્યમાં 24 કલાકમાં કોરોનાને કારણે 11 દર્દીનાં મોત થયા છે. અમદાવાદ, સુરત, રાજકોટમાં 3-3 જ્યારે વડોદરા અને ભરૂચમાં 1-1 દર્દીનાં મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 599, સુરતમાં 663, વડોદરામાં 210, રાજકોટમાં 152, મહીસાગરમાં 101, ગાંધીનગર, જામનગરમાં 40-40, નર્મદામાં 38, દાહોદમાં 31, પંચમહાલમાં 25 સહિત કુલ 2066 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

  લૉકડાઉન મહામારીને રોકવાને બદલે પીક ટાળવા ઉપયોગી

  નિષ્ણાતોના કહેવા પ્રમાણે લૉકડાઉન મહામારીને રોકવા માટે પ્રભાવી રીત છે, પરંતુ તે પ્રથમ તબક્કામાં કામ કરે છે. એટલે કે જેવું ગત વર્ષે કરવામાં આવ્યું હતું. એ વખતે મહામારીના પીકને રોકવા માટે સરકારના પ્રયાસો સફળ રહ્યા હતા. પરંતુ હવે સ્થિતિ એકદમ અલગ છે. પહેલા કેસની સંખ્યા 10 હજારથી 80 હજાર સુધી પહોંચવામાં ત્રણ મહિના લાગ્યા હતા. આ વખતે આ સમય આશરે એક મહિનો અને 10 દિવસ હતો. નિષ્ણાતો હળવુ લૉકડાઉન, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ અને આઇસોલેશનના ફોર્મ્યુલાને મહામારી રોકવા માટે કારગર હથિયાર માને છે. આ જ કારણે દુનિયાભરની સરકારોએ આ રીતને આપનાવી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: