સેવાની સરવાણી: માત્ર 1 રૂ.માં ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરી આપતા વધુ એક ઓક્સિજન મેન

પ્રતીકાત્મક તસવીર

વર્તમાન સમયે મનોજ ગુપ્તા કોરોના દર્દીઓ માટે રૂ. 1માં ઓક્સિજન સિલિન્ડર આપે છે.

  • Share this:
કોરોનાના કારણે દેશમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળે છે. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ઓક્સિજન સિલિન્ડરની માંગમાં ભરપૂર વધારો થયો છે. માંગમાં વધારો થતા જ લાલચુ તત્વો ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરવા લાગ્યા છે. ઘણી જગ્યાએ બ્લેક માર્કેટમાં ઓક્સિજન સિલિન્ડરના ભાવ રૂ. 30,000 સુધી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં હમીરપુર જિલ્લાના બિઝનેસમેન મનોજ ગુપ્તાએ અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. વર્તમાન સમયે મનોજ ગુપ્તા કોરોના દર્દીઓ માટે રૂ. 1માં ઓક્સિજન સિલિન્ડર આપે છે.

હમીરપુરના સુમેરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા રિમજીમ ઇસ્પાત ફેક્ટરીના માલિક મનોજ ગુપ્તાએ સેંકડો કોવિડ દર્દીઓના જીવ બચાવવા તેના બોટલિંગ પ્લાન્ટમાં 1000થી વધુ ઓક્સિજન સિલિન્ડર ફરી ભર્યા છે. આ સિલિન્ડર 1 રૂપિયો લઈને આપવામાં આવે છે. નોંધનીય છે કે, મનોજ ગુપ્તા ગત વર્ષે કોરોના વાયરસનો શિકાર બન્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, મને પીડાનો અનુભવ છે. મેં પણ આ યાતના સહન કરી હતી. મારા બોટલિંગ પ્લાન્ટમાં દરરોજ 1000 ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરવાની ક્ષમતા છે અને હું બધાને 1 રૂપિયામાં રિફિલ્ડ સિલિન્ડરો આપું છું.

અહીં હોમ આઇસોલેશન હેઠળના તમામ કોવિડ દર્દીઓના સબંધીઓ તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ, ડોકટરનું પ્રમાણપત્ર અને આધારકાર્ડ સબમિટ કર્યા પછી ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરાવી શકે છે.

રાજકોટમાં એમ્બ્યુલન્સ, બેડ તો ઠીક હવે દર્દીઓને બાટલા ચડાવવાના સ્ટેન્ડ પણ નથી મળી રહ્યા, Viral video

ઓક્સિજન બોટલિંગ પ્લાન્ટ પર ઝાંસી, બંદા, લલિતપુર, કાનપુર, ઓરઇ અને લખનઉ સહિતના અનેક જિલ્લાના દર્દીઓના સગા માત્ર 1 રૂપિયામાં રિફિલ મેળવવા માટે કતારો લગાવી રહ્યા છે.

Viral Video: સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિ દર્દીઓને વોર્ડમાં જ આપી રહ્યા છે પોઝિટિવ ઊર્જા

કોરોના મહામારીના આવા કટોકટીના સમયમાં ગુપ્તા જેવા સેવાભાવી લોકો શક્ય તેટલી મદદ કરવા તૈયાર છે. તેઓ તંગીમાં લોકોને પૂરતું ઓક્સિજન પહોંચાડે છે.આવા જ એક સેવાભાવી વ્યક્તિ મુંબઇમાં રહે છે. તેમનું નામ શાહનવાઝ શેખ છે. તેઓ મલાડના રહેવાસી છે. શાહનવાઝ તેમના વિસ્તારમાં ‘ઓક્સિજન મેન’ તરીકે ઓળખાય છે. તેઓ ફક્ત એક ફોન કોલ ઉપર દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ કરાવે છે. તેમણે ટીમ બનાવી કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે.
First published: