Home /News /national-international /

દેશમાં ફરી ઉઠી કોરોના લહેર: એક જ દિવસમાં 40 હજાર નવા કેસ, 188 લોકોનાં મોત

દેશમાં ફરી ઉઠી કોરોના લહેર: એક જ દિવસમાં 40 હજાર નવા કેસ, 188 લોકોનાં મોત

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,953 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23,653 લોકો સાજા થયા છે.

    નવી દિલ્હી: દેશમાં કોરોનાની નવી લહેર (Coronavirus cases India) ઉઠી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,953 નવા કેસ નોંધાયા છે, જ્યારે 23,653 લોકો સાજા થયા છે. આ સાથે જ દેશમાં સક્રિય કેસની સંખ્યા ફરીથી ત્રણ લાખ નજીક પહોંચી છે. હાલ દેશમાં 2,88,394 સક્રિય કેસ છે. દેશમાં અત્યારસુધી કોરોનાના કુલ 1,15,55,284 કેસ નોંધાયા છે. દેશમાં કુલ 1,11,07,332 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 188 લોકોનાં મોત થયા છે. આ સાથે મોતનો કુલ આંકડો 1,59,558 થયો છે. અત્યારસુધી દેશમાં કુલ 4,20,63,392 લોકોને વેક્સીન આપવામાં આવી છે.

    આજની હાઇલાઇટ્સ:

    >> મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 25.7 હજાર નવા કેસ નોંધાયા.
    >> પંજાબમાં 2.5 હજાર, કેરળમાં 1.92 હજાર, કર્ણાટકમાં 1.59 હજાર, ગુજરાતમાં 1.4 હજાર કેસ નોંધાયા.
    >> 111 દિવસ પછી ભારતમાં આટલા વધારે કેસ નોંધાયા.
    >> આઠ રાજ્યમાં એક હજારથી વધારે કેસ નોંધાયા.
    >> મહારાષ્ટ્રમાં 70, પંજાબમાં 38 અને કેરળમાં 17 નવા મોત.
    >> દેશમાં ચાર કરોડથી વધારે લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી.
    >> કેરળમાં કુલ કેસની સંખ્યા 11 લાખને પાર.
    >> વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં પાંચ લાખથી વધારે પોઝિટિ કેસ નોંધાયા. 50 દિવસ પછી પાંચ લાખથી વધારે કેસ.



    આ પણ વાંચો: મુંબઈ: માસ્ક ન પહેવા પર અટકાવી તો મહિલાએ બીએમસી માર્શલને જાહેરમાં ફટકારી

    શુક્રવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1415 કેસ

    શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1415 કેસ નોંધાયા છે. જેની સામે 948 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 4 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,437 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.27 ટકા છે. અત્યાર સુધીમાં 26,41,905 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 5,84,482 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: કોરોના રિટર્ન્સ: સૌથી વધારે પ્રભાવિત રાજ્યની હાલત, જાણો- ક્યાં કેવા પ્રતિબંધ મૂકાયા

    આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 344, સુરતમાં 450, વડોદરામાં 146, રાજકોટમાં 132, ભાવનગરમાં 32, જામનગરમાં 28, ગાંધીનગરમાં 27, મહેસાણામાં 16, ખેડામાં 24, પંચમહાલમાં 20, ભરૂચ, સાબરકાંઠામાં 18-18, કચ્છમાં 17, નર્મદામાં 15, છોટા ઉદેપુરમાં 14 સહિત કુલ 1415 કેસ નોંધાયા છે.

    રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 4 દર્દીનાં મોત થયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 1-1 મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 260, સુરતમાં 293, વડોદરામાં 83, રાજકોટમાં 79, જામનગરમાં 35, દાહોદમાં 34, આણંદમાં 25, ગાંધીનગરમાં 18 સહિત કુલ 948 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Corona returns, Coronavirus, COVID-19, ગુજરાત, ભારત, મોત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन