વર્ષ 2021માં ભારતે 9300 મેટ્રિક ટન ઓક્સિજનની નિકાસ કરી

વર્ષ 2021માં ભારતે 9300 મેટ્રિક ટન ઓક્સિજનની નિકાસ કરી
પ્રતીકાત્મક તસવીર

ભારતમાં 18 એપ્રિલથી સૌથી વધુ એક દિવસમાં 4,300 મેટ્રિક ટન વપરાશ કરવામાં આવે છે.

  • Share this:
દેશભરમાં ઓક્સિજનની કમી જોવા મળી રહી છે અને હવે ભારત મેડિકલ ઓક્સિજનની આયાત કરવાની તૈયારી કરી રહ્યું છે. અધિકૃત આંકડા દર્શાવે છે કે, ભારતે 2020-21ના પહેલા ત્રણ ક્વાર્ટરમાં 9,294 મેટ્રિક ટન ઓક્સિજનની નિકાસ કરી છે.

વાણિજ્ય વિભાગના અધિકૃત આંકડા દર્શાવે છે કે, ભારતમાં નાંણાકીય વર્ષ 2021ના જાન્યુ-એપ્રિલ સુધીમાં ગયા વર્ષ કરતા બમણા ઓક્સિજનની નિકાસ કરવામાં આવી છે. ગયા વર્ષે 4,502 મેટ્રિક ટન ઓક્સિજનની નિકાસ કરવામાં આવી હતી. આ ઓક્સિજન લિક્વિડ ફોર્મમાં ઉપલબ્ધ છે, જેનો ઔદ્યોગિક અને મેડિકલ ઉપયોગ કરી શકાય છે.પાડોશી દેશ બાંગ્લાદેશને 8,828 મેટ્રિક ટન ઓક્સીજન ઓક્સિજન કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ ભારત પાસેથી સૌથી વધુ ઓક્સિજન ખરીદતો દેશ છે. કોરોના મહામારી પહેલા વર્ષ 2016-17માં 13,844 મેટ્રિક ટન ઓક્સિજનની નિકાસ કરવામાં આવી હતી. સમય જતા નિકાસમાં ઘટાડો થયો છે. વર્ષ 2018-19માં 4219 મેટ્રિક ટન ઓક્સિજનની નિકાસ કરવામાં આવી છે અને વર્ષ 2019-20માં 3189 મેટ્રિક ટન ઓક્સિજનની નિકાસ કરવામાં આવી છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

કોરોના મહામારીને કારણે ઓક્સિજનની માંગ વધી રહી છે અને ભારતમાં ઓક્સિજનના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે ઓક્સિજનની માંગ હતી, પરંતુ અત્યારે મહામારીમાં ઢાકાને મેડિકલ ઓક્સીજનની આવશ્યકતા છે.

ફેડરેશ ઓફ ઈંડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના વરિષ્ઠ અધિકારી જણાવે છે કે, “લિંડે બાંગ્લાદેશ મલ્ટીનેશનલ લિંડે ગૃપનો એક ભાગ છે. આંતરારાષ્ટ્રીય ગેસ માર્કેટનો ગ્લોબલ લીડર ભારત પાસેથી સૌથી વધુ માત્રામાં ઓક્સિજનની આયાત કરે છે. કંપની ઢાકા અને ચિત્તાગોંગ જેવા પ્રમુખ શહેરોમાં 90 ટકા ઓક્સિજનની આપૂર્તિ કરે છે.”

અમદાવાદ: ખાનગી કોવિડ હૉસ્પિટલોને ઓક્સિજન, રેમડેસિવીર ન અપાતા AHNAના સેક્રેટરીએ રાજીનામું આપ્યું

ભારત પાસેથી નાણાકીય વર્ષ 2021માં 3 વર્ષ કરતા સૌથી વધુ આયાત કરી છે. સરકારે હવે વિદેશ પાસેથી 50,000 મેટ્રિક ટન ઓક્સિજન આયાત કરવા માટે ટેન્ડર મંગાવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશ મંત્રાલયને ઓક્સિજનની આયાત ક્યાંથી થઈ શકે છે, તે જણાવવા માટે વિનંતી કરી છે.

કમી છે કે નહીં

સરકારે દેશમાં પર્યાપ્ત ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા હોવાનો દાવો કર્યો છે. સરકારે સ્વાસ્થ્ય ક્ષેત્રે ઓક્સિજનની જરૂરિયાતને જોઈને તેના ઉત્પાદનને માન્યતા આપી છે.

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના સેક્રેટરી ગુરુપ્રસાદ મોહાપત્રાની અધ્યક્ષતા હેઠળ અસરગ્રસ્ત રાજ્યો માટે ઓક્સિજન સહિત આવશ્યક મેડિકલ ઉપકરણો માટે માર્ચ 2020માં ઈન્ટર-મિનિસ્ટ્રીયલ એમ્પાવર્ડ ગૃપ (EG2)ના અધિકારીઓના જૂથની રચના કરવામાં આવી હતી. તાજેતરમાં EG2એ માંગમાં વધારો થવાને કારણે 100 ટકા ઉત્પાદન કરવાનો નિર્દેશ આપ્યો છે.

મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને અન્ય સ્થળોએ ગયા અઠવાડિયે ઓક્સિજનની ખૂબ જ અછત હોવાનું જણાવ્યું હતું. જે બાદ સરકારે દરરોજ 7,127 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા હોવાનું જણાવ્યું હતું. ઉત્પાદકો અને સપ્લાયર્સને ઈન્ડસ્ટ્રીયલ હેતુ માટે ઓક્સિજનના સપ્લાય પર 22 એપ્રિલથી પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે. રેલ્વે દ્વારા 19 એપ્રિલથી મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સિલિન્ડરને દેશભરમાં મોકલવામાં આવે છે. ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન માટે ગ્રીન કોરિડોરની સ્થાપના કરવામાં આવી છે.ભારતમાં 18 એપ્રિલથી સૌથી વધુ એક દિવસમાં 4,300 મેટ્રિક ટન વપરાશ કરવામાં આવે છે. કોરોના પહેલા એક દિવસમાં 850 મેટ્રિક ટન વપરાશ કરવામાં આવતો હતો. 18 સપ્ટેમ્બર 2020ના રોજ 3,100 મેટ્રિક ટન વપરાશ કરવામાં આવ્યો હતો.
Published by:News18 Gujarati
First published:April 21, 2021, 13:39 pm

ટૉપ ન્યૂઝ