Home /News /national-international /India Coronavirus LIVE Updates: દેશમાં સતત 16 દિવસથી કોરોના વાયરસના નવા કેસ 40 હજારથી નીચે, એક્ટિવ કેસ 3,01,442 થયા
India Coronavirus LIVE Updates: દેશમાં સતત 16 દિવસથી કોરોના વાયરસના નવા કેસ 40 હજારથી નીચે, એક્ટિવ કેસ 3,01,442 થયા
કોરોના ટેસ્ટિંગ (ફાઇલ તસવીર)
India Coronavirus LIVE Updates: દેશમાં હાલ કોરોનાના 3,01,442 એક્ટિવ કેસ છે. આ સાથે જ દેશમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 3,36,24,419 થઈ છે.
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) કોરોના વાયરસના નવા આંકડા જાહેર કર્યાં છે. શનિવારે સવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના વવા 29,616 કેસ નોંધાયા છે. જેની સામે 28,045 લોકો સાજા થયા છે. આ સમયગાળા દરમિયાન 290 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મૃત્યાંક 4,46,658 થયો છે. હાલ દેશમાં કોરોનાથી મોતનું પ્રમાણ 1.3% છે. જ્યારે સાજા થવાનો દર 97.8% છે.
દેશમાં હાલ કોરોનાના 3,01,442 એક્ટિવ કેસ છે. આ સાથે જ દેશમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 3,36,24,419 થઈ છે. જ્યારે 3,28,76,319 લોકો અત્યારસુધી સાજા થયા છે. દેશમાં અત્યારસુધી કોરોના સામે લડવા માટે 84 કરોડ 89 લાખ 61 હજાર 160 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે કોરોના સામે હાલ દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પીએમ મોદીના જન્મ દિવસે દેશમાં રસીકરણ મામલે વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
આજની હાઇલાઇટ્સ: (Corona Data Highlights- September 25)
- 29.62 હજાર નવા કેસ. 290 લોકોનાં મોત. 28 હજાર લોકો સાજા થયા. - એક્ટિવ કેસમાં 1.28 હજારનો વધારો નોંધાયો. - છ દિવસ બાદ એક્ટિવ કેસમાં વધારો નોંધાયો. - સતત નવમાં દિવસે મોતનો આંકડો 400 નીચે રહ્યો. - સતત 16માં દિવસે નવા કેસનો આંકડો 40 હજાર નીચે રહ્યો. - કેરળમાં 17.98 હજાર નવા કેસ, મહારાષ્ટ્રમાં 3.29 હજાર, તામિલનાડુમાં 1.73 હજાર નવા કેસ. - કેરળમાં 127, મહારાષ્ટ્રમાં 51 અને તાલિમનાડુમાં 27 લોકોનાં મોત થયા. - 13 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક્ટિવ કેસમાં વધારો નોંધાયો.
દેશમાં કોરોના વાયરસના કેસ.
ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus cases in Gujarat)
શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 17 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.
રાજ્યમાં 24મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ રાજ્યમાં હાલ ફક્ત 145 એક્ટિવ કેસ છે. આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 141 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,587 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે, જ્યારે કુલ 10,082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે.
વિશ્વમાં કોરોના વાયરસની સ્થિતિ.
રાજ્યના હેલ્થવર્ક અને ફ્રન્ટલાઇન વર્કર્સમાં 17,69,320 વ્યક્તિને રસાના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંરના 99,42,128 લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 18-45 વર્ષની ઉંમરના 61,82,058 વ્યક્તિને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર