Coronavirus Latest update: દેશમાં 24 કલાકમાં કોરોનાથી 308 લોકોનાં મોત, કેરળમાં 25 હજાર નવા કેસ

કોરોના ટેસ્ટિગ (પ્રતીકાત્મક તસવીર)

India coronavirus Latest update: કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યારસુધી 75,05,89,689 લોકોને કોરોનાની રસી (Corona vaccine in India) આપવામાં આવી ચૂકી છે. શુક્રવારે દેશમાં 65,27,175 લોકોને રસી આપવમાં આવી હતી.

  • Share this:
    નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry corona data) કોરોનાનાં નવા આંકડા જાહેર કરી લીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 308 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો કુલ આંકડો 4,42,317 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,3,376 નવા કેસ (India Coronavirus new cases) નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 3,21,198 લોકો સાજા પણ થયા છે. દેશમાં સાજા થવાનો દર 97.5 ટકા છે. નવા આંકડા સાથે દેશમાં અત્યારસુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 3,32,08,330 થઈ છે. જેની સામે 3,23,74,497 લોકો સાજા થયા છે. દેશમાં હાલ 3,91,516 એક્ટિવ કેસ (Coronavirus active cases in India) છે. કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યારસુધી 75,05,89,689 લોકોને કોરોનાની રસી (Corona vaccine in India) આપવામાં આવી ચૂકી છે. શુક્રવારે દેશમાં 65,27,175 લોકોને રસી આપવમાં આવી હતી.

    કેરળમાં 25,000 નવા કેસ

    દેશમાં કેરળમાં કોરોના બેકાબૂ બની ગયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 25,010 નવા કેસ નોંધાયા છે. કેરળમાં હાલ 2,38,201 એક્ટિવ દર્દી છે. રાજ્યમાં 24 કલાકમાં 177 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન 23,535 લોકો સાજા થયા છે. કેરળમાં અત્યારસુધી કોરોનાથી 22,303 લોકોએ જીવ ગુમાવ્યો છે.

    આજની હાઇલાઇટ્સ: (Coronavirus data highlights- September 11)

    - 33.38 હજાર નવા કેસ, 308 નવા મોત, 32.2 હજાર લોકો સાજા થયા.
    - એક્ટિવ કેસની સંખ્યામાં 870નો વધારો.
    -સતત નવમાં દિવસે મોતનો આંકડો 400થી નીચે.
    -સતત બીજા દિવસે 40 હજારથી નીચે નવા કેસ નોંધાયા.
    -કેરળમાં 25 હજાર, તામિલનાડુમાં 1.6 હજાર અને આંધ્ર પ્રદેશમાં 1.6 હજાર નવા કેસ.
    -કેરળમાં 177, મહારાષ્ટ્રમાં 44 અને તામિલનાડુમાં 25 નવા મોત.
    -13 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક્ટિવ કેસમાં વધારો.

    Coronavirus cases in India
    કોરોના આંકડા


    શુક્રવારે રાજ્યમાં કોરોનાનાં 21 કેસ નોંધાયા

    ગુજરાત સરકાર તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 21 કેસ નોંધાયા છે. જેની સામે 13 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid-19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76% છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5,05,001 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં 5,18,80,420 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવ્યા છે.

    coronavirus case world
    કોરોના આંકડા.


    રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 3, સુરતમાં 7, વડોદરામાં 3, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં 2-2, ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, રાજકોટમાં 1-1 સહિત કુલ 21 કેસ સામેલ છે. બીજી તરફ અમદાવાદમાં 6, સુરતમાં 2, વડોદરામાં 2, કચ્છમાં 2, પોરબંદરમાં 1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 158 એક્ટિવ કેસ છે, જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 153 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 8,15,334 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: