Home /News /national-international /India Coronavirus LIVE Updates: કેરળમાં અધધ 1,89,495 એક્ટિવ કેસ; દેશમાં 24 કલાકમાં કોરોનાથી 281 મોત
India Coronavirus LIVE Updates: કેરળમાં અધધ 1,89,495 એક્ટિવ કેસ; દેશમાં 24 કલાકમાં કોરોનાથી 281 મોત
રાજ્યમાં આજે 5 ડિસેમ્બરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 335,822 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ ભાવનગરમાં 27,318 વ્યક્તિઓનું રસીકરણ થયું છે
Coronavirus cases India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 35,662 કેસ નોંધાયા છે. જેની સામે 33,798 લોકો સાજા થયા છે. આ ઉપરાંત 281 (Coronavirus death India) લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry) તરફથી કોરોનાના નવા આંકડા જાહેર કરી દેવાયા છે. આ આંકડા પર નજર કરીએ તો દેશમાં હાલ 3,40,639 એક્ટિવ કેસ છે. જેમાંથી એકલા કેરળ રાજ્યમાં જ સૌથી વધારે 1,89,495 એક્ટિવ કેસ (Kerla coronavirus active cases) છે. મહારાષ્ટ્ર (Maharashtra coronavirus cases)માં 52,002 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 35,662 કેસ નોંધાયા છે. જેની સામે 33,798 લોકો સાજા થયા છે. આ ઉપરાંત 281 (Coronavirus death India) લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
નવા કેસ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ (Coronavirus total cases India) 3 કરોડ 34 લાખ 17 હજાર 390 થયા છે. જેની સામે 3 કરોડ 36 લાખ 32 હજાર 222 દર્દી સાજા થયા છે. દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 4 લાખ 44 હજાર 529 લોકોનાં મૃત્યુ થયા છે. દેશમાં સાજા થવાનો દર 97.7 ટકા છે. જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે. દેશમાં અત્યારસુધી કુલ 79 કરોડ 42 લાખ 87 હજાર 699 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi birthday)ના જન્મ દિવસે રસીકરણને લઈને દેશમાં રેકોર્ડ બન્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ માહિતી આપી છે કે, દેશમાં એક જ દિવસમાં 2.50 કરોડથી વધુ લોકોનું રસીકરણ (Record vaccination on PM birthday) કરવામાં આવ્યું છે, જે એક વિશ્વ રેકોર્ડ (World record on vaccination) છે. માંડવિયાએ કહ્યુ છે કે ભારતમાં એક દિવસમાં કોરોના રસીકરણનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 2.50 કરોડથી વધારો લોકોનું રસીકરણ થયું છે. શુક્રવારે પીએમ મોદીનો 71મો જન્મ દિવસ હતો. ગુજરાતની વાત કરીએ તો એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 23,68,006 લોકોનું રસીકરણ થયું છે.
દેશમાં કોરોના વાયરસના કેસ.
રાજ્યમાં કોરોનાના 25 નવા કેસ
શુક્રવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 25 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. શુક્રવારે સાંજે 7.00 વાગ્યા સુધીમાં કુલ 18 લાખથી વધુ લોકોને રસીના ડોઝ (CoronaVaccine)આપવામાં આવ્યા હતા.
વિશ્વમાં કોરોના વાયરસના કેસ
રાજ્યમાં 17મી સપ્ટેમ્બર 2021ના જાહેર થયેલા આંકડા પ્રમાણે 31 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 2 જિલ્લા અને 3 શહેરમાં નોંધાયા છે. આ પૈકી અમદાવાદ શહેરમાં 11, સુરતમાં 4, સુરત શહેરમાં 8, વડોદરા શહેરમાં 3, ગીર સોમનાથમાં 1, જામનગર શહેરમાં 1 મળીને કુલ 25 કેસ નોંધાયા છે. રાજ્યમાં 17મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 154 એક્ટિવ કેસ છે. આ પૈકીના 07 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 147 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,466 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. કુલ 10,082 દર્દીનાં મૃત્યુ થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર