Coronavirus LIVE Updates: દેશમાં 26 દિવસ પછી કોરોના વાયરસના એક્ટિવ કેસ ફરી 4 લાખને પાર

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Coronavirus LIVE Updates: નવા આંકડા થતાં દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના નોંધાયેલા કુલ કેસની સંખ્યા 3 કરોડ 29 લાખ 45 હજાર 907 થઈ છે. જેની સામે દેશમાં 3 કરોજ 21 લાખ લાકો સાજા થયા છે.

  • Share this:
    નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union health ministry) તરફથી શનિવારે એટલે કે આજે (4 સપ્ટેમ્બર) કોરોના વાયરસના આંકડા (Coronavirus cases in India) જાહેર કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 42,618 કેસ નોંધાયા છે. આ દરમિયાન 36,385 લોકો સાજા થયા છે. સમાન સમયગાળા દરમિયાન દેશમાં કોરોનાથી 330 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4,40,225 થઈ છે. દેશમાં હાલ 4,05,681 એક્ટિવ કેસ છે.

    નવા આંકડા થતાં દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના નોંધાયેલા કુલ કેસની સંખ્યા 3 કરોડ 29 લાખ 45 હજાર 907 થઈ છે. જેની સામે દેશમાં 3 કરોજ 21 લાખ લાકો સાજા થયા છે. દેશમાં સાજા થવાનો દર હાલ 97.4% અને મોતનું પ્રમાણ 1.3% છે. કોરોના વેક્સીન (Coronavirus vaccine)ની વાત કરવામાં આવે તો અત્યારસુધી 67 કરોડ 72 લાખ 11 હજાર અને 205 લોકોને વેક્સીન આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 58 લાખ 85 હજાર 687 લોકોને વેક્સીન આપવામાં આવી છે.

    coronavirus data India
    કોરોના વાયરસ: રાજ્યવાર સ્થિતિ.


    કોરોના વાયરસ હાઇલાઇટ્સ (Today's Corona Data Highlights September 4)

    >> 42.6 હજાર નવા કેસ, 330 નવા મોત. 36.39 હજાર લોકો સાજા થયા.
    >> એક્ટિવ કેસમાં 5.9 હજારનો વધારો.
    >> 26 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસ ચાર લાખને પાર.
    >> સતત ચોથા દિવસે એક્ટિવ કેસમાં વધારો નોંધાયો.
    >> સતત પાંચમા દિવસે નવા કેસ 40 હજારને પાર.
    >> કેરળમાં 29.3 હજાર નવા કેસ, મહારાષ્ટ્રમાં 4.3 હજાર અને તાલિમનાડુમાં 1.6 હજાર નવા કેસ.
    >> કેરળમાં 131 લોકોનાં મોત. મહારાષ્ટ્રમાં 92, તામિલનાડુમાં 19 અને કર્ણાટકમાં 19 લોકોનાં મોત.
    >> 16 રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક્ટિવ કેસમાં વધારો નોંધાયો.
    >> સતત પાંચમાં દિવસે ટેસ્ટ પોઝિટિવિટી દર 3%થી નીચે.

    ગુજરાતમાં કોરોના વાયરસ: (Gujarat Coronavirus data)

    શુક્રવારે રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે સાંજે 4.00 વાગ્યા સુધી રાજ્યમાં ૫,૨૫,૮૧૮ વ્યક્તિનું રસીકરણ થયું છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 16 કેસ નોંધાયા છે, જ્યારે 17 દર્દી સજા થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થનારા કુલ લોકોની સંખ્યા ૮,૧૫,૨૩૦ થઈ છે. રાજ્યમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૬% છે.

    Coronavirus world data
    કોરોના વાયરસ: દુનિયાના કાયા દેશમાં કેટલા કેસ


    રાજ્યમાં હાલ કોરોનાના કુલ 149 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી પાંચ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 144 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10,082 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર ખાતે એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે. રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં ત્રીજી સપ્ટેમ્બર, 2021 સુધી કુલ ૪,૮૨,૬૮,૫૧૪ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: