India Coronavirus LIVE Updates: દેશમાં કોરોનાથી સાજા થનારા કુલ લોકોની સંખ્યા 3 કરોડ 32 લાખ 48 હજાર 291 થઈ છે. દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 98%, મોતનું પ્રમાણ 1.3% છે.
નવી દિલ્હી: કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો (India coronavirus cases) થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 19 હજાર 740 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 248 દર્દીનાં મોત (Death) થયા છે. દેશમાં હાલ 2 લાખ 36 હજાર 643 દર્દીની સારવાર (India coronavirus active cases) ચાલી રહી છે. નવા આંકડા બાદ દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 3 કરોડ 39 લાખ 35 હજાર 309 કેસ (Coronavirus total cases India) સામે આવી ચૂક્યા છે. અત્યારસુધી દેશમાં કોરોનાથી કુલ 4 લાખ 50 હજાર 375 લોકોનાં મોત (Coronavirus Total death India) થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 23,070 લોકો સાજા થયા છે. આ સાથે જ સાજા થનારા કુલ લોકોની સંખ્યા 3 કરોડ 32 લાખ 48 હજાર 291 થઈ છે. દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 98% છે, જ્યારે મોતનું પ્રમાણ 1.3% છે.
મહારાષ્ટ્રમાં બે હજારથી વધુ નવા કેસ
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 2620 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત આંકડો વધીને 65,73,092 થયો છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડને પગલે 59 દર્દીનાં મોત થયા છે. અત્યારસુધી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી 1,39,470 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.
કેરળમાં 10 હજાર નવા કેસ
કેરળમાં શુક્રવારે કોવિડ-19ના 10,944 કેસ સામે આવ્યા છે. આ સાથે અહીં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 47,74,666 થઈ છે. સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીને પગલે 24 કલાકમાં રાજ્યમાં 120 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 26,072 થઈ છે.
ગુજરાતમાં કોરોનાના 19 નવા કેસ નોંધાયા
શુક્રવારે સાંજે પ્રસિદ્ધ થયેલા બુલેટિન પ્રમાણે રાજ્યમાં (Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 19 કેસ નોંધાયા છે. જેની સામે 18 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,084 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 6,37,58,795 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં કોરોના વાયરસ કેસ
રાજયમાં 8 ઓક્ટોબર 2021ની સાંજે બીજા નોરતે 28 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જ્યારે બાકીના નવા 19 કેસ ફક્ત 5 જિલ્લા અને 4 મનપામાં નોંધાયા છે, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 3, જૂનાગઢ જિલ્લામાં 2, રાજકોટ જિલ્લામાં 1, રાજકોટ શહેરમાં 1, સુરત જિલ્લામાં 1, વડોદરા શહેરમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં હાલ ફક્ત 176 એક્ટિવ કેસ છે. આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 172 દર્દી સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15, 838 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર