India Coronavirus LIVE Updates: દેશમાં કોરોનાના 30 હજાર નવા કેસ સામે 43 હજાર લોકો સાજા થયા, 295 લોકોએ જીવ ગુમાવ્યો

કોરોના ટેસ્ટિગ (પ્રતીકાત્મક તસવીર)

India Coronavirus LIVE Updates: આ સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3,18,181 થઈ છે. નવા આંકડાને ઉમેરતા દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 3 કરોડ 34 લાખ 78 હજાર 419 કેસ નોંધાયા છે.

  • Share this:
    નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union health ministry) 20 સપ્ટેમ્બરના રોજ સવારે (Coronavirus new cases 20th September) જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 30,256 કેસ (Coronavirus new cases India) નોંધાયા છે. આ દરમિયાન 295 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,938 લોકો સાજા થયા છે. જે બતાવે છે કે દેશમાં નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ખૂબ વધારે છે. દેશમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 97.7 ટકા છે. જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે.

    આ સાથે જ દેશમાં એક્ટિવ કેસ (Coronavirus active cases India)ની સંખ્યા 3,18,181 થઈ છે. નવા આંકડાને ઉમેરતા દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 3 કરોડ 34 લાખ 78 હજાર 419 કેસ નોંધાયા છે. તેની સામે 3 કરોડ 27 લાખ 15 હજાર 105 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 4 લાખ 45 હજાર 133 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યારસુધી 80 કરોડ 85 લાખ 68 હજાર 144 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે.

    આજની હાઇલાઇટ્સ (Coronavirus Today's Data Highlights, September 20)

    - 30.26 હજાર નવા કેસ, 295 લોકોનાં મોત.
    - 43.94 હજાર લોકો સાજા થયા. એક્ટિવ કેસમાં 13.97 હજારનો ઘટાડો.
    - સતત 11મા દિવસે એક્ટિવ કેસ 40 હજારથી ઓછા.
    - છેલ્લા 27 દિવસમાં એક્ટિવ કેસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો.
    - 183 દિવસ પછી સૌથી ઓછા એક્ટિવ કેસ નોંધાયા.
    - કેરળમાં 19.65 હજાર, મહારાષ્ટ્રમાં 3.4 હજાર, તામિલનાડુમાં 1.7 હજાર નવા કેસ.
    - કેરળમાં નવા 152, મહારાષ્ટ્રમાં 49 અને તામિલનાડુમાં 27 મોત.

    Coronavirus total cases in India
    રાજ્યવાર સ્થિતિ


    ગુજરાતમાં કોરોના વાયરસના નવા 8 કેસ નોંધાયા

    રાજ્ય સરકાર તરફથી રવિવારે સાંજે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 08 કેસ નોંધાયા છે. જેની સામે 15 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજયમાં 19મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 31 જિલ્લા અને 6 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે બાકીના નવા કેસ ફક્ત બે શહેર અને બે જિલ્લાના છે, જે પૈકીના સુર શહેરમાં 4, વડોદરા શહેરમાં 2, વડોદરા જિલ્લામાં 2, વલસાડ જિલ્લામાં 1 કેસનો સમાવેશ થાય છે.

    coronavirus case World 20th September
    વિશ્વમાં કોરોના વાયરસના કેસ


    રાજ્યમાં 19મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બુલેટિન મુજબ ફક્ત 136 એક્ટિવ કેસ છે. આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 133 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,505 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં 19મી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 2,52,407 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 73,006 લોકોનું કરવામાં આવ્યું છે. રવિવારે બીજા ડોઝની જ રસી આપવામાં આવતી હોય છે ત્યારે આજે અમદાવાદ બાદ સૌથી વધુ રસી બનાસકાંઠમાં 15,500, કચ્છમાં 10,227, મહેસાણામાં 10,421, સુરેન્દ્રનગરમાં 13,182 લોકોને આપવામાં આવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: