Home /News /national-international /India Coronavirus LIVE Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 24,354 કેસ નોંધાયા, એક્ટિવ કેસ ઘટીને 2,73,889 થયા
India Coronavirus LIVE Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 24,354 કેસ નોંધાયા, એક્ટિવ કેસ ઘટીને 2,73,889 થયા
રાજ્યમાં આજે 5 ડિસેમ્બરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 335,822 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ ભાવનગરમાં 27,318 વ્યક્તિઓનું રસીકરણ થયું છે
India Coronavirus LIVE Updates: દેશમાં એક્ટિવ કેસ (Coronavirus active case)ની સંખ્યા 2,73,889 પર પહોંચી છે. 197 દિવસ પછી પ્રથમ વખત દેશમાં એક્ટિવ કેસનો આંકડો આટલો થયો છે.
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (Ministry of Health and Family Welfare) તરફથી કોરોના વાયરસના નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 24,354 કેસ (India coronavirus case) નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસ (Coronavirus active case)ની સંખ્યા 2,73,889 પર પહોંચી છે. દેશમાં 197 દિવસ પછી આટલા ઓછા એક્ટિવ કેસ થયા છે. આ સાથે 24 કલાકમાં 25,455 લોકો સાજા થયા છે.
કોરોના વાયરસના કુલ કેસની વાત કરીએ તો દેશમાં અત્યારસુધી કુલ 3 કરોડ 37 લાખ 91 હજાર 061 કેસ નોંધાયા છે. જેમાંથી 3 કરોડ 30 લાખ 68 હજાર 599 લોકો સાજા થાય છે. કોરોનાથી દેશમાં અત્યારસુધી કુલ 4 લાખ 48 હજાર 573 લોકોનાં મોત થાય છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 234 લોકોનાં મોત થાય છે. આ સાથે દેશમાં મોતની ટકાવારી હાલ 1.3% થઈ છે, જ્યારે સાજા થવાનો દર 97.9% થયો છે. દેશમાં અત્યારસુધી 89 કરોડ 74 લાખ 81 હજાર 990 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.
રાજ્યમાં શુક્રવારે નવા 16 કેસ નોંધાયા
શુક્રવારે સાંજે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 16 કેસ નોંધાયા છે. જેની સામે 16 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 6,05,69,233 ડોઝ આપવામાં આવ્યા છે.
હાઇલાઇટ્સ: Coronavirus Data Highlights (October 2)
- 24.35 હજાર નવા કેસ. 234 લોકોનાં મોત. 25.46 હજાર લોકો સાજા થયા. - એક્ટિવ કેસમાં 1.34 હજારનો ઘટાડો નોંધાયો. - સતત બીજા દિવસે 300થી ઓછા મોત. - સતત આઠમાં દિવસે 30 હજારથી ઓછા નવા કેસ. -સતત છઠ્ઠા દિવસે એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો. -કેરળમાં 13.68 હજાર નવા કેસ, મહારાષ્ટ્રમાં 3.1 હજાર અને મિઝોરમમાં 1.63 હજાર નવા કેસ -કેરળમાં 95, મહારાષ્ટ્રમાં 50 અને તાલિમનાડુમાં 25 નવા મોત.
દેશમાં કોરોના વાયયરસના કેસ
રાજયમાં 1 ઓક્ટોબર 2021ની સાંજે રાજ્યના 29 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. બાકીના નવા કેસ ફક્ત 4 જિલ્લા અને 4 મનપામાં નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં 6 કેસ, અમદાવાદ શહેરમાં 2, ખેડામાં 2, વલસાડમાં 2, નવસારીમાં 1, રાજકોટ શહેરમાં 1, તાપીમાં 1 અને વડોદરા શહેરમાં 1 કેસ નોંધાયો છે.
1 ઑક્ટોબરના સાંજના કોરોના બૂલેટિન મુજબ રાજ્યમાં હાલ ફક્ત 158 એક્ટિવ કેસ છે. આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 154 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,712 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં આજે 1 ઓક્ટોબરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 2,23,464 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 50,065 લોકોનું રસીકરણ થયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર