કોરોનાનો કહેર: મહિલા ડૉક્ટરે રડતાં રડતાં કહ્યું,- 'પહેલા આવી સ્થિતિ ક્યારેય નથી જોઈ'
કોરોનાનો કહેર: મહિલા ડૉક્ટરે રડતાં રડતાં કહ્યું,- 'પહેલા આવી સ્થિતિ ક્યારેય નથી જોઈ'
ડૉક્ટર તૃપ્તિ
Coronavirus in India: ડૉક્ટર ગિલાડા પોતાના આંસુઓને રોકવાનો પ્રયાસ કરતા ખૂબ જ ભાવુક થઈને કહે છે કે, "હાલ અમને ડૉક્ટરોને પણ ક્યાંકને ક્યાંક ઇમોશનલ બ્રેકડાઉન થઈ રહ્યું છે. આથી જ તમારું પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો."
મુંબઈ: દેશની હૉસ્પિટલોમાં ઑક્સીજન (Oxygen), બેડ (Bed) અને વેન્ટિલેટરની અછત વચ્ચે કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave) ખૂબ જ ખતરનાક થઈ રહી છે. મંગળવારે દેશમાં 2.94 લાખ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 2020 લોકોનાં મોત થયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીની હાલત સૌથી વધારે ખરાબ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હેલ્થ સેવા ભાંગી પડી છે. કોરોનાના દર્દીઓ દવા અને ઑક્સીજન વગર તડપી તડપીને મોતને ભેટી રહ્યા છે. ડૉક્ટરો પણ લાચાર છે. આ બધાની વચ્ચે ઇન્ફીશિયસ ડિસીઝ ફિઝીશિયન ડૉક્ટર તૃપ્તિ ગિલાડા (Dr Trupti Gilada)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
વીડિયોમાં ડૉક્ટર તૃપ્તિ ગિલાડી રડી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, "બહુ બધા ડૉક્ટર્સની જેમ હું પણ પરેશાન છું. મુંબઈની હાલત તો ખૂબ જ ખરાબ છે. અહીં હૉસ્પિટલોના ICUમાં જગ્યા નથી. અમે પહેલા આવી સ્થિતિ ક્યારેય નથી જોઈ. અમે અસહાય છીએ. વર્તમાન સ્થિતિમાં અમે બધા ડૉક્ટરો પણ ક્યાંકને ક્યાંક ભાવુક થઈને ભાંગી રહ્યા છીએ. આથી તમારું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો."
વીડિયોમાં ડૉક્ટર ગિલાડા કહે છે કે, "તમને છેલ્લા એક વર્ષથી કોરોના નથી થયો. તમે એવું માનો છો કે તમે સુપરહીરો છો, તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારી છે, તો તમે ભ્રમમાં છો. અમે 35 વર્ષના યુવાઓને પણ વેન્ટિલેટર પર જોઈ રહ્યા છીએ, જેમની સ્થિતિ ખૂબ નાજુક હોય."
Dr. Trupti Gilada breaks down. We can feel the helplessness in her Voice due to lack of resources.
ડૉક્ટરે કહ્યુ કે, "આવું પહેલા ક્યારેય નથી જોયુ, જ્યારે એકસાથે આટલા બધા લોકોનું ધ્યાન રાખવું પડે. અમે લોકોના ઘરોમાં ઑક્સીજન લગાવીને વ્યવસ્થા કરી રહ્યા છીએ. જે લોકોએ વેક્સીનના બે ડોઝ લઈ લીધા છે તેમાં કોરોનાની ઇન્ફેક્શન ઓછું દેખાઈ રહ્યું છે. તેમને હૉસ્પિટલોમાં નથી દાખલ કરવા પડતા. સ્પષ્ટ છે કે રસી કોરોના સામે લડવા માટે મદદરૂપ થઈ રહી છે.
આ દરમિયાન ડૉક્ટર ગિલાડા પોતાના આંસુઓને રોકવાનો પ્રયાસ કરતા ખૂબ જ ભાવુક થઈને કહે છે કે, "હાલ અમને ડૉક્ટરોને પણ ક્યાંકને ક્યાંક ઇમોશનલ બ્રેકડાઉન થઈ રહ્યું છે. આથી જ તમારું પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો. ડરીને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. અમુક લોકોને દાખલ કરવા જરૂરી છે, તેમના માટે બેડ નથી."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર