જાણો, જો તમે કોરોના રસીના પહેલા ડોઝ પછી બીજો નહીં લો તો શું થશે?

જાણો, જો તમે કોરોના રસીના પહેલા ડોઝ પછી બીજો નહીં લો તો શું થશે?
પ્રતીકાત્મક તસવીર

દેશમાં અત્યારસુધીમાં 10 કરોડથી વધુ લોકો વેક્સિન લઇ ચુક્યા છે.

  • Share this:
ભારતમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે. જેના કારણે આવનારા સમયમાં ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થા પર મોટો બોજ પડે તેવી શક્યતાઓ છે. જેને લઈને ભારત સરકાર વેક્સીન લેવા પર વધુ જોર આપી રહી છે. સામાન્ય રીતે વેક્સીનના બે ડોઝ લેવા પડે છે. ત્યારે સવાલ થઇ રહ્યા છે કે, વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ચુકી જવાશે તો??

વેક્સિનને લઈને આશંકાઓ દેશમાં અત્યારસુધીમાં 10 કરોડથી વધુ લોકો વેક્સિન લઇ ચુક્યા છે. જોકે, બીજી તરફ વેક્સિનનો બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા હજી 2 કરોડ જ છે. ઘણા લોકો વેક્સિન લેવાથી ખચકાઈ રહ્યા છે અથવા બેદરકારી દાખવી રહ્યા છે. તો ઘણાં લોકો વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ વેક્સિન નથી લઇ રહ્યા. ઘણા લોકોના મનમાં સવાલ થઇ રહ્યો છે કે, જો તેઓ બીજો ડોઝ ન લે તો કોઈ નુકશાન થઇ શકે?

કેમ પુછાઈ રહ્યા છે આવા સવાલ 

ઉલ્લેખનીય છે કે, વેક્સિન લીધા બાદ ઘણા લોકોને સાઈડઈફેક્ટ્સ દેખાઈ છે. સામાન્ય રીતે ઘણા લોકોના મનમાં પ્રથમ વાર વેક્સિન લેવા અંગે આશંકાઓ હોય છે. તો વેક્સિન લીધા બાદ શરીરમાં અશક્તિ, તાવ, દુખાવાના લક્ષણો આવતા લોકો ડરી રહ્યા છે. જે રીતે કોરોનાને કારણે સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ પર દબાણ વધ્યું છે, ત્યારે વેક્સિન લેવાની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વેક્સિનની ઘટ થયાના સમાચાર પણ લોકોમાં આશંકા પેદા કરી રહ્યા છે.

સુરતમાં હૉસ્પિટલો-સ્મશાનગૃહો બહર લાંબી લાંબી કતારો છતાં પણ લોકો બેદરકાર! ખરીદી કરવા ટોળે વળ્યાં

બીજા ડોઝની જરૂરત 

ભારતના લગભગ 9 કરોડ લોકો બીજા ડોઝની રાહ જોઈને બેઠા છે. તેઓ બીજા ડોઝ માટે યોગ્ય સમયની રાહ જોઈને બેઠા છે. ત્યારે વિશેષજ્ઞોનું માનવું છે કે, કોરોના રશિના બીજા ડોઝ બાદ શરીર કોરોના સામે લડવામાં સારી રીતે તૈયાર થઇ શકશે.

જો બીજો ડોઝ ન લીધો તો?

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, જો તમે નક્કી કરેલા સમય મુજબ બીજો ડોઝ નહીં લો તો વેક્સિન તમારા શરીરમાં જરૂરી અસર નહીં કરે. વેક્સિનના બે ડોઝ વચ્ચે નક્કી કરેલો સમય પાળવો જરૂરી છે, જેથી વેક્સિન સારી રીતે તમારા શરીરમાં કામ કરી શકે. ત્યારે જો કોઈ વ્યક્તિ નિશ્ચિત સમયે બીજો ડોઝ ન લગાવી શકે તો સમસ્યા થઇ શકે છે.

અમદાવાદના કોરોના વોરિયરનો સવાલ: હૉસ્પિટલોમાં 108 વગર આવતા દર્દીઓને કેમ નથી કરતા દાખલ?

કેમ બે જ ડોઝ?

કોરોના વેક્સિન લીધા બાદ રસી આપણા શરીરમાં કોરોના સામે લડવા માટે એન્ટિબોડી બનાવે છે. આ પ્રક્રિયા સમયને અનુરૂપ છે. જેના કારણે બે ડોઝ લેવા પડે છે.  બીજો ડોઝ લીધા બાદ વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા સાથે યોગ્ય રીતે કોરોના સામે લડવા માટે તંત્ર વિકસિત કરે છે.

શું થશે તેનાથી?

બીજો ડોઝ લેવાથી વેક્સિનની અસર લાંબા સમય સુધી રહે છે. જો વેક્સિનની અસર 94% છે, તો પ્રથમ ડોઝ 60% સુરક્ષા પ્રદાન કરે છે. તો બીજા ડોઝનું કામ તેને 94% સુધી લઇ જવાનું હોય છે. ઉલ્લેખનીય છે કે, જો વ્યક્તિએ બીજો ડોઝ ન લીધો તો પ્રથમ ડોઝની 60% અસર સમય સાથે ઓછી થતી જશે, જેથી વેક્સિનનો બીજો ડોઝ લેવો આવશ્યક છે.

મહત્વનું છે કે, વિશેષજ્ઞો એ આંકલન નથી કરી શક્યા કે, બીજો ડોઝ ન લેવાથી સચોટ રીતે શું અસર થશે, પરંતુ એ તો હકીકત છે કે, બીજો ડોઝ લેવાથી શરીરમાં રસીની અસર લાંબા સમય સુધી રહે છે. અગાઉ વેક્સિનના બે ડોઝ વચ્ચે 4 અઠવાડિયાનું અંતર હતું, હવે તે અંતર વધારીને 6થી 8 અઠવાડિયા કરી દેવાયું છે, જેના કારણે વધુને વધુ લોકો વેક્સિનનો લાભ લઇ શકે.
Published by:Kaushal Pancholi
First published:April 15, 2021, 11:42 am

ટૉપ ન્યૂઝ