કોરોનાની રસી લેવા માટે મહત્ત્વનાં સમાચાર: હવે 18થી 44 વર્ષનાં લોકોને પણ નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન

કોરોનાની રસી લેવા માટે મહત્ત્વનાં સમાચાર: હવે 18થી 44 વર્ષનાં લોકોને પણ નહીં કરાવવું પડે રજીસ્ટ્રેશન
તસવીર: Shuterstock

તમે કોરોનાના રસીકરણ કેન્દ્ર પર જઇને રસી લઇ શકો છો.

 • Share this:
  દેશમાં કોરોના મહામારીને નાથવા માટે કોરોનાની રસીને રામબાણ માનવામાં આવે છે. ત્યારે કોરોનાની રસી અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 18થી 44 વર્ષનાં લોકો માટે રજીસ્ટ્રેશન જરૂરૂ નથી. તમે કોરોનાના રસીકરણ કેન્દ્ર પર જઇને રસી લઇ શકો છો.

  નોંધનીય છે કે, પહેલા કોવિન એપ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. જ્યારે તમને જે સમય અને સ્થળ આપ્યા હોય ત્યારે ત્યાં જઇને રસી લેવાની હતી. આ પ્રક્રિયામાં અનેકવાર ઘણી સમસ્યાઓ સર્જાતી હતી. ક્યારેક સર્વર ડાઉન થતું હતું તો ક્યારેક લોકો કલાકો બેઠા હોય અને રસી ખલાસ થઇ જતી હતી. આ તમામ પ્રક્રિયાનો હવે અંત આવ્યો છે. અને 45 વર્ષની જેમ જ સેન્ટર પર જઇને નોંઘણી કરાવી રસી લઇ શકે છે.  ગુજરાતમાં રસીકરણની ગતિ વધશે


  પહેલા આટલો મોટો હતો પ્રોસેસ

  >> www.cowin.gov.in પર જાવ.
  >> પોતાનો મોબાઈલ નંબર નાખો.
  >> એકાઉન્ટ બનાવવા તમારી પાસે OTP આવશે.
  >> OTP નાખી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરો.
  >> હવે તમે સુધા રસીકરણ રજિસ્ટ્રેશન પેજ ઉપર પહોંચી જશો. આ પેજ ઉપર ફોટો આઈડી પ્રૂફ પસંદ કરવાનો વિકલ્પ મળશે.
  >> તમારું નામ, ઉંમર, લિંગ સહિતની વિગતો અને ઓળખપત્ર ઉપલોડ કરો.
  >> નોંધણી માટેની જાણકારી નોંધ્યા બાદ રજીસ્ટર બટન ઉપર ક્લિક કરો.
  >> નોંધણી પુરી થયા બાદ સિસ્ટમ એકાઉન્ટ ડિટેઇલ દેખાડશે.
  >> કોઈ એક વ્યક્તિ એડ મોર બટન પર ક્લિક કરીને આ મોબાઈલ નંબરથી વધુ 3 લોકોને જોડી શકે છે.
  >> હવે 'Schedule Appointment' બટન ઉપર ક્લિક કરો.  >> રાજ્ય, જિલ્લો, બ્લોક અને પિન કોડ સહિતની વિગતો દ્વારા રસીકરણ કેન્દ્ર સર્ચ કરો.
  >> ત્યારબાદ બુક બટન ઉપર ક્લિક કરો. બુકીંગ થઈ જાય એટલે તમને એક મેસેજ મળશે. તે જાણકારીને રસીકરણ કેન્દ્ર ઉપર બતાવવી પડશે.
  Published by:Kaushal Pancholi
  First published:May 24, 2021, 14:30 IST

  ટૉપ ન્યૂઝ