Coronavirus News: કેરળમાં 24 કલાકમાં 20 હજાર નવા કેસ અને 99 મોત; મહારાષ્ટ્રમાં 105 લોકોનાં મોત

ફાઇલ તસવીર.

Coronavirus News: દેશમાં હાલ કોરોનાના કુલ 3,61,340 એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 97.5 ટકા છે. જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે.

  • Share this:
    નવી દિલ્હી: Coronavirus case today India: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union health ministry) શનિવારે સવારે કોરોના વાયરસના નવા આંકડા જાહેર (Coronavirus case today) કર્યાં છે. જે પ્રમાણે દેશમાં 24 કલાકમાં 34,457 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 36,347 લોકો સાજા થયા છે. 24 કલાકમાં કોરોનાથી 375 લોકોએ જીવ (Death) ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી સંક્રમિત થનાર કુલ લોકોની સંખ્યા 3 કરોડ 33 લાખ 93 હજાર 286 થયો છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્યા 3 કરોડ 15 લાખ 97 હજાર 982 થઈ છે. દેશમાં હાલ કોરોનાના કુલ 3,61,340 એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 97.5 ટકા છે. જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે. કોરોનાથી દેશમાં અત્યારસુધી કુલ 4,33,964 લોકોએ જીવ ગુમાવ્યો છે.

    વેક્સીનની વાત કરવામાં આવે તો અત્યારસુધી દેશમાં કુલ 57 કરોડ 45 લાખ 76 હજાર 158 લોકોને કોરોાની વેક્સીન આપવામાં આવી છે. 20 ઓગસ્ટના રોજ દેશમાં 17,21,205 લોકોનું વેક્સીનેશન થયું હતું.

    કેરળમાં સ્થિતિ કાબૂ બહાર

    કેરળમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જતી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોના વાયરસના નવા 20,224 નવા કેસ નોંધાયા છે. હાલ કેરળમાં કોરોનાના 1,82,818 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 99 લોકોનાં મોત થયા છે જ્યારે 17,142 લોકો સાજા થયા છે.



    મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં 24ક લાકમાં 4,365 નવા કેસ નોંધાય છે. આ દરમિયાન 6384 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 105 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર ઉપરાંત ઓડિશામાં 69 લોકોનાં મોત નોંધાયા છે.

    ગુજરાતમાં શુક્રવારે 2,75,726 લોકોનું રસીકરણ

    રાજ્યમાં (Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus) નવા 17 કેસ નોંધાયા છે. જેની સામે 14 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,078 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યારસુધીમાં 4,22,69,128 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine) આપવામાં આવ્યા છે. શુક્રવારે કુલ 2,75,726 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો: ખુશખબર! ઝાયડસ કેડિલાની વેક્સીન ZyCov-Dને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી, લેવા પડશે આટલા ડોઝ

    રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 5, સુરતમાં 4, વડોદરામાં 3, જૂનાગઢ, જામનગરમાં 2-2, ભાવનગરમાં 1 સહિત કુલ 17 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 5, સુરતમાં 4, વડોદરામાં 4, રાજકોટમાં 1 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 186 એક્ટિવ કેસ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 180 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 8,15,008 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: