India coronavirus cases today: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,667 કેસ નોંધાયા, એક્ટિવ કેસ ચાર લાખની નીચે

પ્રતીકાત્મક તસવીર

Coronavirus News Live Updates, 13 August 2021: સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,667 કેસ નોંધાયા છે.

  • Share this:
    Coronavirus News Live Updates, 14 August 2021: નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) દેશમાં કોરોના વાયરસના આંકડા જાહેર કરી દીધા છે. જે પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરના વાયરસના કુલ 38,667 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખની નીચે આવી છે. શુક્રવારે (13 August) દેશમાં કોરોના વાયરસના કુલ 40,120 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા હતા.

    નવા કેસની સાથે જ ભારતમાં કોરોનાથી સંક્રમિત કુલ સંખ્યા 3,21,55,827 થઈ છે. દેશમાં કુલ સંક્રમિત કેસમાંથી 1.21 ટકા એક્ટિવ કેસ છે. દેશમાં હાલ 3,87,673 એક્ટિવ કેસ છે. દેશમાં હાલ રિકવરી રેટ 97.45 ટકા છે. દેશમાં અત્યારસુધી કોરોનાથી કુલ 3,13,38,088 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 35,743 લોકો સાજા થયા છે.

    મોતની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 478 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મોતની સંખ્યા 4,30,732 થઈ છે. વેક્સીનની વાત કરવામાં આવે તો દેશમાં અત્યારસુધી કુલ 53,61,89,903 લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે. 13 ઓગસ્ટના રોજ દેશમાં 63,80937 લોકોને વેક્સીને આપવામાં આવી હતી.

    આજની હાઇલાઇટ્સ: (August 14)

    >> 38.67 હજાર નવા કેસ, 478 લોકોનાં મોત, 35.74 હજાર લોકો સાજા થયા, એક્ટિવ કેસમાં 2.45 હજારનો ઘટાડો નોંધાયો.
    >> સતત બીજા દિવસે 40 હજારથી નીચે નવા કેસ નોંધાયા.
    >> કેરળમાં 20.45 હજાર, મહારાષ્ટ્રમાં 6.69 હજાર અને તમિલનાડુમાં 1,933 નવા કેસ નોંધાયા.
    >> કોરોનાથી 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 158 લોકોનાં મોત, કેરળમાં 114 અને ઓડિશામાં 60 લોકોનાં મોત થયા.
    >> 11 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં એક્ટિવ કેસમાં વધારો નોંધાયો.

    14 August Coronavirus case
    રાજ્યવાર સ્થિતિ.


    રાજ્યમાં શુક્રવારે નોંધાયા નવા 23 કેસ

    રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 23 કેસ નોંધાયા છે. જેની સામે 27 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,078 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યારસુધીમાં 3,91,88,409 લોકોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ (CoronaVaccine)આપવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5,97,748 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો: સોના-ચાંદીની 74 વર્ષની સફર: શું તમે જાણો છો આઝાદી વખતે સોના-ચાંદીની કિંમત કેટલી હતી? 

    રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસમાં કેસમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, વડોદરામાં 5, જામનગર, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારીમાં 1-1 સહિત કુલ 23 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ 178 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 7 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 171 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 8,14,885 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: